આજથી આ નિયમો તોડશો તો ભરવો પડશે 2 હજાર રૂપિયાનો દંડ, જાણી લો આ નિયમ

108

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઉપરાજ્યપાલે શુક્રવારે સાંજે કોવિડ 19 મહામારી મેનેજમેન્ટ કંટ્રોલ 2020ના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે.નવા નિયમો હેઠળ હવે કોરોના વાયરસના માપદંડો અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો તોડવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ સાથે જ દિલ્હીમાં માસ્ક ન પહેરવા અને સાર્વજનિક સ્થળો પર પાન,ગુટકા,વગેરે ખાવા પર પણ 2000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.દિલ્હી સરકારના 20 નવેમ્બરના નોટિફિકેશનમાં આ જાણકારી આપી છે.દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે,જેના લીધે કેજરીવાલ સરકારે તેના પર કાબૂ મેળવવા માટે અસરકારક ઉપાય અપનાવતાં નિર્ણય લીધો છે.

જોકે એક દિવસ પહેલાં જ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો હતો,જેના પર હવે રાજ્યપાલે પણ મોહર લગાવી હતી. અત્યાર સુધી દંડ તરીકે 500 રૂપિયા વસૂલવામાં આવતા હતા.

દિલ્હી સરકારન નોટિફિકેશનમાં સ્પશ્ત કરવામાં આવ્યું છે કે કોરોન્ટૈનના નિયમોનું પાલન નહી કરવા,સોશિયલ ડિસ્ટેસિંગને અને સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક નહી પહેરનારને 2 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.આ ઉપરાંત સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ કરવાની સાથે જ હવે સાર્વજનિક સ્થળો પર પાન મસાલા અને તંબાકૂના સેવન પર પ્રતિબંધ છે.

આ પહેલાં દિલ્હી સરકારે ગુરૂવારે સાર્વજનિક સ્થળો પર માસ્ક નહી પહેરવા પર 2000 રૂપિયાનો દંડ લગાવવાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધ ઓહતો અને પહેલાંના દંડને ચાર ગણો વધારતાં નિયમ વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે દિલ્હી સચિવાલયમાં એક સર્વદળીય બેઠક બાદ આયોજિત એક પત્રકાર પરિષદમાં ગુરૂવારે તેની જાહેરાત કરી હતી.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here