કોરોનાના કારણે ભૂખમરો પણ ફેલાશે : 2021નું વર્ષ પણ ખરાબ જશે : UNO

65

ન્યૂયોર્ક,તા. 21 : કોરોના વાઈરસ મહામારી હજારો જાતની તકલીફ લઇને આવી છે. વિકાસશીલ દેશોથી લઇને વિકસીત દેશોની અર્થ વ્યવસ્થાને ફરી પાટા પર લાવવામાં ખૂબ મહેનત થાય તેમ છે ત્યારે ઘણા દેશોમાં નાણાંની ખેંચ સાથે ભૂખમરો આવવાની ચેતવણી પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આપી છે.
યુનોના વિશ્ર્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિર્દેશક ડેવીડ બીસ્લેએ દુનિયાને ચેતવણી આપી છે કે,દુનિયા ભૂખમરાની સ્થિતિ સુધી પહોંચી ગઇ છે.સમય રહે ત્યા સુધીમાં જરુરી પગલા લેવા પડશે નહીં તો પરિણામ ખૂબ જ ભયાનક આવશે.

ડેવીડ બીસ્લેએ કોરોનાની શરુઆતમાં જ ચેતવણી આપી હતી કે, કોરોના મહામારીની જેમ જ ભૂખમરો પણ એક મહામારી બનવા તરફ છે.તેને રોકવા માટે જલ્દી અસરકારક પગલા ભરવા પડશે.અમુક દેશોએ રાહત પેકેજ આપીને આ મહામારી રોકવામાં હાલ સફળતા મેળવી છે પરંતુ 2021માં આ સંકટ વધુ ઘેરુ બની શકે છે.
કોરોના મહામારીએ વિશ્ર્વના અનેક દેશોની અર્થ વ્યવસ્થા ભાંગીને ભૂક્કો કરી નાખી છે. આ પ્રકોપથી તિજોરીમાં જમા રકમ ખર્ચ થઇ ગઇ છે.આ કારણે અર્થ વ્યવસ્થાઓમાં કડાકાઓ બોલ્યા છે,લોકોની નોકરી ગઇ છે અને નાના-નાના કામ કરનારા પરિવારોના ધંધા સાફ થઇ ગયા છે. અમુક દેશમાં ફરીથી લોકડાઉન આવ્યા છે તો ઘણી જગ્યાએ ફરી લોકડાઉન આવવાનો ભય છે.આ સંજોગોમાં એ વાત સ્પષ્ટ છે કે લોકો પાસે કામધંધા નહીં હોય અને એ કારણે તેઓને ખાવાના ફાફા પડવાના છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here