નવી દિલ્હી તા.21 : પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પોતાના નિવેદનોને લઇને અવાર-નવાર ચર્ચામાં રહે છે.મુસ્લિમો ભારતમાં અસલામત હોવા,યોગ દિવસમાં ન જોડાવા, વંદે માતરમ પરના નિવેદનના કારણે પણ વિવાદમાં આવેલા અંસારીએ રાષ્ટ્રવાદ અને ધાર્મિક કટ્ટરતા પર મોટુ નિવેદન આપ્યું છે.કોંગ્રેસ નેતા શશી થરૂરની નવી પુસ્તક ધ બેટલ ઓફ બિલોંગીંગના વિમોચન પ્રસંગે અંસારીએ કહ્યું કે કોવિડ એક ખૂબ ખરાબ મહામારી છે.પણ આ પહેલા સમાજ બે મોટી મહામારી ધાર્મિક કટ્ટરતા અને આક્રમક રાષ્ટ્રવાદનો શિકાર થઇ ગયો છે.
તેઓએ કહ્યું કે આ બે મુદ્દાની સરખામણીએ દેશ ભકિત વધુ સકારાત્મક બાબત છે.સોશ્યલ મીડિયા પર તેમના આ નિવેદનની ટીકા થઇ રહી છે.પરંતુ તેઓ આવી ટીકાના પણ અનુભવી થઇ ગયા છે. ત્રણ વર્ષ પહેલા જયારે સુપ્રિમ કોર્ટે દરેક ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત ફરજીયાત કર્યુ ત્યારે તેમણે અસુરક્ષાની ભાવના જેવુ નિવેદન આપ્યું હતું.દિવસ રાત-રાષ્ટ્રવાદનું પ્રદર્શન વાહિયાત છે. માત્ર ભારતીય હોવુ પુરતુ હોવાનું તેમણે પદના છેલ્લા દિવસેે કહ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ તેમણે મુસ્લિમોની ચિંતાની વાત કરી હતી.જીન્નાના પોટ્રેટ વિવાદ,શરીયત,અદાલત,પીએફઆઇના કાર્યક્રમમાં લવ જેહાદની ચર્ચા,યોગ દિવસમાં ન જોડાવા,રાષ્ટ્રઘ્વજને સેલ્યુટ ન કરીને તેમણે વિવાદોને આમંત્રણ આપ્યા હતા તે ઉલ્લેખનીય છે.