ગુજરાતમાં પેટા-ચૂટણીના તાયફા અને દિવાળીનાં તહેવારોને કારણે કોરોનાએ ફરી માથું ઉચક્યુ અને ભૂતકાળમાં ગુજરાતમાં સૌથી વધુ હાહાકાર જ્યા મચ્યો હતો તે શહેર અમદાવાદ ફરી કોરોનાનાં અજગરી ભરડામા જોવામાં આવી રહ્યું છે.તંત્ર દ્વારા કોરોનાને વધુ ફેલાવો ન થાય તે માટે કદાચ આગમ ચેતી તો હવે ન કહી શકાય પણ,મોડા પરંતુ મક્કમ પગલા લેવામાં આવતાની સાથે જ 3 રાત – 2 દિવસનો સ્ટે એટ હોમ પેકેજ એટલે કે કરફ્યુ અમલમાં મુકી દેવામાં આવ્યો છે.કરફ્યુ અને કોરોનાનાં સંક્રમણનાં કારણે શહેરમાં આ તમામ સેવાઓ મોકૂફ રાખવામાં આવી છે….
ગુજરાત HCમાં ઓનલાઇન કમાગીરી મોકૂફ
ગુજરાત HCમાં ઓનલાઇન સુનાવણી મોકૂફ
24 નવેમ્બર સુધી ઓનલાઇન સુનાવણી મોકૂફ
દિવાળી બાદ 23થી શરૂ થનાર કોર્ટ સ્થગિત
HC ના 3 જજ સહિત સ્ટાફના 5 ને કોરોના
રજિસ્ટ્રી કોર્ટ પણ બંધ રાખવા કરાયો આદેશ
ફરી એક પરિક્ષા મોકૂફ
GPSCની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય
તબીબી શિક્ષકોની ભરતીની પરીક્ષા મોકૂફ
22,24,26 અને 28 નવેમ્બરે લેવાનારી હતી પરીક્ષા
મેટ્રો સેવા મોકૂફ
અમદાવાદમાં 2 દિવસ મેટ્રો સેવા રહેશે બંધ
શનિવાર અને રવિવારે મેટ્રો સેવા રહેશે બંધ
કર્ફ્યું દરમિયાન અમદાવાદમાં મેટ્રો સેવા બંધ
સોમવારથી મેટ્રો સેવા રાબેતા મુજબ શરૂ થશે