રાજ્યમાં લોકડાઉનને લઈને CM રૂપાણીએ આપ્યું મહત્વનું નિવેદન

196

ગુજરાતમાં કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે.આ દરમિયાન ઘણા ગામડા,શહેરોમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય પણ લીધો છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ફરી એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનને લઈ નિવેદન આપ્યું છે.

સીએમ રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગુજરાતની જનતાએ દરેક વખતે ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે. 20 શહેરમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. તેમજ સીએમ રૂપાણીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં કોઇપણ લોકડાઉન લગાવવાની કોઈ વિચારણા નથી, પરંતુ લોકોને અપીલ કરીએ છીએ કે શનિ-રવિની રજામાં કામ સિવાય બહાર જવું નહી. ચેમ્બરોએ પણ ક્યાંકને ક્યાંક બજારો સ્વયંભૂ બંધ રાખવાના નિર્ણયો કર્યા છે. એ આવકાર પાત્ર છે. અમુક ગામોએ પણ એવા નિર્ણય કર્યા છે. જે આવકાર પાત્ર છે. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને સારામાં સારી વ્યવસ્થા થાય એની પણ ચિંતા કરી રહી છે

Share Now