બારડોલી કોલેજમાં 30 બેડનું આઇસોલેસન સેન્ટરનો આજથી શુભારંભ

248

બારડોલી : બારડોલી પ્રદેશ કેળવણી મંડળ દ્વારા બારડોલી કોલેજ ખાતે સેવાકીય કાર્ય કરાયું હતું. કોલેજ ની હોસ્ટેલમાં 30 બેડનું આઇસોલેસન સેન્ટરનો આજથી શુભારંભ કરાયો હતો.

બારડોલીમાં હોમ આઇસોલેસનને લઇને બારડોલી પ્રદેશ કેળવણી મંડળ દ્વારા સરાહનીય કાર્ય કરાયું હતું.મંડળ દ્વારા બારડોલીની પી આર બી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજ કેમ્પસની હોસ્ટેલને આઇસોલેસન સેન્ટરમાં ફેરવી દેવાય છે અને ત્યાં 30 બેડનું આઇસોલેસન સેન્ટર બનાવાયું છે.આજથી તેની નિઃશુલ્ક પ્રમાણે શરૂઆત કરવામાં આવી હતી.આઇસોલેસન સેન્ટરમાં એલોપેથી,આયુર્વેદ વિભાગના ફિઝિશિયનની પણ નિમણૂક કરાઈ છે.સાથે જ 15 જેટલો નર્સિંગ સ્ટાફ પણ ફાળવવા માં આવ્યો છે. અને નિઃશુલ્ક પણે અહીં આઇસોલેસન સેન્ટર શરૂ કરાયું છે અને રહેવા જમવાની સુવિધા સાથે કાર્યની શરૂઆત કરાઈ છે.

Share Now