લગ્નેતર સંબંધના કારણે બે પરિવાર વચ્ચે મારામારી : પથ્થરમારો

213

વડોદરા : આજવારોડ પર લગ્નેતર સંબંધના કારણે મારામારી થઇ હતી.બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આજવારોડની નારાયણકુંજ સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવતા નવિન અશોકભાઇ સોલંકીએ પોલીસને જણાવ્યુ છે કે,મારે દોઢ વર્ષથી એક મહિલા સાથે પ્રેમસંબંધ હતો.તેના કારણે મારે ઝઘડો થયો હતો.ગત તા.૧૫ મી ની રાતે પોણા દશ વાગ્યે હું મારા ઘરની સામે દુકાન પર ગયો હતો અને ત્યાંથી પરત ઘરે જતો હતો.તે સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખી પ્રમોદ નવિનભાઇ પરમાર અને અશોક નવિનભાઇ પરમાર પાછળથી આવ્યા હતા.પ્રમોદના હાથમાં ચપ્પુ હતુ અને અશોકના હાથમાં લોખંડની પાઇપ હતી.અશોકે લોખંડની પાઇપ મારા પગ પર મારતા હું નીચે પડી ગયો હતો.પ્રમોદે પણ મને ગડદાપાટુનો માર માર્યો હતો.મારા પિતાએ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવતા હું સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયો છું.જ્યારે સામાપક્ષે અશોક પરમારની પત્નીએ નવિન સોલંકી અને સુનિલ સોલંકી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે,ગઇકાલે બપોરે નવિને મારા ઘરે આવી મારો હાથ પકડીને ધમકી આપી હતી.જે બાબતે મારા પતિ તેને ઠપકો આપવા જતા નવિન અને સુનિલે મારા પતિને માર માર્યો હતો.અને અમારા ઘર પર પથ્થરમારો કર્યો હતો.બાપોદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Now