ભીમ અગીયારસનું મુહૂર્ત સચવાયું,રાજકોટ જીલ્લામાં આટલા પત્તાંપ્રેમી પકડાયા

46

ભીમ અગીયાર નિમિતે જુગારની મૌસમ પુર બહાર ખીલી ઠેર ઠેર શરૂ થયેલા જુગારના હાટડા પર પોલીસે દરોડા પાડી ધોસ બોલાવી છે.ગોંડલ,કોટડા સાંગાણી,જસદણ,જેતપુર, આટકોટ અને વિછીંયા ગામે જુગાર અંગે દરોડા પાડી રૂા.2.38 લાખના મુદામાલ સાથે 81 શખ્સોની ધરપકડ કરી છે.

ગોંડલ,કોટડા સાંગાણી,જસદણ,જેતપુર,આટકોટ અને વિછીંયા ગામે જુગારના દરોડા : રૂા.2.38 લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે જુગાર અંગે દરોડો પાડી રૂા.99.250ની રોકડ સાથે જગતસિંહ જયેન્દ્રસિંહ રાયજાદા સહિત 16 શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે ગોંડલના માકેર્ટીગ યાર્ડમાં જાહેરમાં જુગાર રમતા પરેશ બાવાભાઇ વિરાણી સહિત છ શખ્સોને રૂા.35,950ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.જસદણના શિવરાજપુર ગામની સીમમાં વિપુલભાઇ વિઠ્ઠલભાઇ મકવાણાની વાડીમાં જુગાર રમતા વનરાજ વશરામ મકવાણા સહિત 13 શખ્સોની રૂા.71 હજારના મુદામાલ સાથે ઘરપકડ કરી છે.જસદણના સોમલપર ગામે પ્રવિણભાઇ બચુભાઇ શિયાળના મકાનમાં જુગાર રમતા રમેશ ભીમ ઓળકીયા સહિત 12 શખ્સોની રૂા.41,420ના મુદામલા સાથે પોલીસે ધરપકડ કરી છે.જસદણના પીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા લાલજી અમરશી જતાપરા સહિત આઠ શખ્સોને રૂા.16,870ની રોકડ સાથે ધરપકડ કરી છે. જસદણના આંબરડી ગામની સીમમાં જુગાર રમતા સુરેશ મનુ બેરાણી સહિત ચાર શખ્સોને રૂા.6 હજારના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે.વિછીયામાં જાહેરમાં જુગાર રમતા સુરેશ દેવશી સાકરીયા સહિત છ શખ્સોને રૂા.25,750ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે. આટકોટના વિરનગર ગામની સીમમાં જુગાર રમતા અરવિંદ માધાભાઇ વેકરીયા સહિત પાંચ શખ્સોને રૂા.10,800ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.આટકોટના મોટા દડવા ગામે જુગાર રમતા અરવિંદ રમેશ સોલંકી સહિત પાંચ શખ્સોને રૂા.11,220ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.

કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે જાહેરમાં જુગાર રમતા દેવશી વજુભાઇ અગ્રવાત સહિત ચાર શખ્સોને રૂા.26,450ના મુદામાલ કબ્જે કરાયો છે.રામોદમાં અન્ય એક સાથે પોલીસે જુગાર અંગે દરોડો પાડી પરેશ ધીરૂભાઇ વઘાસીયા સહિત પાંચ શખ્સોને રૂા.27,200ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે.જેતપુરના સરદાર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા સંજય ઉર્ફે કાનો કનુભાઇ સોલંકી સહિત ચાર શખ્સોને રૂા.11,700ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.

Share Now