સુરતમાં મેટાસ સ્કૂલના ડોનેશન વિવાદને લઈ વાલીઓના DEO કચેરીએ ધરણા, બેનરો સાથે વિરોધ નોંધાવ્યો

68

– ગુજરાત હાઇકોર્ટના હુકમનું તાત્કાલિક પાલન કરાવવા માગ
– પીડિત વાલીઓનું ડોનેશનની વ્યાજ સહિત પરત કરવા માગ

સુરત : સુરત અઠવાઇન્સ ખાતે આવેલી મેટાસ એડવાન્ટીસ્ટ સ્કૂલના 1000થી વધુ વાલીઓ પાસેથી શાળાએ ડોનેશન લીધું હોવાનો આરોપ કર્યો છે.ડોનેશન લીધા બાદ વાલીઓ દ્વારા નક્કર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ રજૂઆત પણ કરી હતી.મેટાસ એડવાન્ટીસ્ટ સ્કૂલ નામદાર ગુજરાત હાઇકોર્ટના શરણે જતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા વાલીઓ તરફી ચુકાદા આપ્યા હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.જોકે, કોઈ આગળના પગલાં લેવામાં ન આવતા વાલીઓએ ડીઈઓ કચેરીએ ધરણા કર્યા હતા અને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

ડોનેશન લીધા બાદ વાલીઓ દ્વારા તા.25/11/2019, 29/02/2020 તથા 19/10/2020 ના રોજ નક્કર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રજૂઆત કરી હતી.સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ કલેકટર સુરત, એફ.આર.સી સુરત ઝોન તથા શિક્ષણ વિભાગ ગાંધીનગર તથા મુખ્યમંત્રી ગુજરાત તથા અન્ય સરકારના અધિકારી,સરકારી કચેરી અને ગુજરાત રાજ્ય ગવર્નરને ફરિયાદ કરી હતી.મેટાસ એડવાન્ટીસ્ટ સ્કૂલ નામદાર ગુજરાત હાઇકોર્ટના શરણે જતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા વાલીઓ તરફી ચુકાદા આપ્યા હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.ત્યારે નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમનું તાત્કાલિક પાલન કરાવવા તથા ગુજરાત સરકારના કાયદા અનુસાર ડોનેશનની રકમનો કરોડો રૂપિયાનો દંડ વસુલ કરી સરકારની તિજોરીમાં જમા કરાવવા માંગ કરી છે.પીડિત વાલીઓનું ડોનેશનની રકમ વ્યાજ સહિત પરત મેળવવા વાલીઓના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે ધરણા કર્યા હતા.

બેનરોમાં વિરોધી સુત્રો લખ્યા

– મેટાસ એડવેન્ટીસ સ્કૂલના સંચાલકો આરોપ મૂકે છે, DEO સુરત ઉપર વાલીઓ ખોટું દબાણ કરે છે, વાલીઓ શાળાને બદનામ કરે છે, ચોરી ઉપર છીના ચોરી?
– મેટાસ સ્કુલ ડોનેશનના નામે જુદા જુદા લેબલ લગાવી કરોડો રૂપિયાની લૂંટ સામે DEO SURAT દ્રારા દંડ ફટકાર્યો છે?
– વાલીઓની ફરીયાદ પછી ઠેલણ ગાડી – રગશિયું ગાડું બાળ આયોગની નોટિસ, તપાસ અધિકારીની તપાસ, તપાસ સમિતીનો અહેવાલ કલેકટરના – હુકમ પછી પરીણામ શું ?
– FRC ACT સુપ્રિમકોર્ટ ચુકાદાનો ભંગ DEO SURAT મિંદડી મિંયાઉં કેમ?
– RCPS-ACT-2013 અમલ કેમ ના કર્યો ? રાઈટ ટુ સીટીઝન પબ્લિક સર્વિસ એક્ટ-2013 મુજબ ફરીયાદીઓને રીસીવ પહોંચ આપવી ફરજીયાત છે. શા માટે આપતા નથી ?
– વાર્ષિક નિરીક્ષણ કેમ ના કર્યા ? સરકારી આદેશ: ઠરાવ નંબર – ખપશ/1009/130-ચ, તારીખ :- 18/02/2007, હરામનો પગાર ખાઓ છો ?

Share Now