– સામુહિક ધર્માંતરણમાં અનેક નામો ખુલવાની શક્યતા
– મૌલાના પ્રેમી યુગલોના લગ્ન કરાવીને તેનું ધર્માંતરણ કરાવતા હતા, મદરેસામાં અનેક ‘મોટા માથા’ઓની અવર જવર હતી
લખનઉ : ધર્માંતરણ મામલે ધરપકડ કરાયેલા કલીમ સિદ્દીકીનું જોડાણ પશ્ચિમ યૂપીના નેતા અને અિધકારીઓ સાથે પણ હતું.મેરઠ અને મુઝફ્ફરનગરમાં તૈનાત કેટલાક અિધકારીઓને દર મહિને તેમના મદરેસામાં મળવા પણ જતા હતા. મૌલાનાની ધરપકડ બાદ દરેક અિધકારીઓ અને નેતાઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે.
મૌલાનાની કોલ ડિટેલમાં તેની જાણકારી એટીએફને મળી છે.જોકે હવે કોઇ પણ સંજોગોમાં દરેક લોકો મૌલાના સાથે સંબંધો તોડવા લાગ્યા છે.મુઝફ્ફરનગરના ફુલત ગામના રહેવાસી મૌલાના કલીમ સિદ્દીકી દેહવેપાર સિંડિકેટ ચલાવીને ધર્માંતરણ માટે હવાલા દ્વારા ફંડિંગ કરતા હતા.એટીએસએ દાવો કર્યો છે કે મૌલાના શરીયત અનુસાર વ્યવસૃથા લાગુ કરીને ધર્માંતરણ કરતા હતા.
મૌલાના કલીમ સિદ્દીકી માટે એટીએસએ સિવિલ પોલીસને સાથે રાખીને ઘણી જાણકારી એકઠી કરી છે.મૌલાનાના ફુલત સિૃથત મદરેસામાં જનારા અિધકારીઓ અને નેતાઓની માહિતી મળી છે.મૌલાનાના મોબાઇલ કોલથી પણ કેટલાક અિધકારીઓ અને નેતાઓના નામ સામે આવ્યા છે.
પશ્ચિમ યુપીમાં મુખ્ય પદો પર તૈનાત અિધકારીઓ પણ મૌલાનાને અનેક વખત મળવા માટે ફુલસ સિૃથત મદરેસામાં જતા હતા.એવામાં હવે તે જોવાઇ રહ્યું છે કે મૌલાના કલીમ સિદ્દીકીના સંબંધ આ નેતાઓ અને અિધકારીઓ સાથે કેવા રહ્યા છે.એવો ખુલાસો થયો છે કે બે સંપ્રદાયો સાથે જોડાયેલા પ્રેમી યુગલ માટે પણ ફુલતનું મદરેસા શરણ આપતું હતું.મૌલાના પ્રેમી યુગલોના લગ્ન કરાવીને તેને પણ ધર્માંતરણ સાથે જોડતા હતા.
 
            


