દાદરાનગર લોકસભાની પેટાચૂંટણીમાં મોહન ડેલકરના પત્ની શિવસેનામાંથી ભાજપ સામે લડશે : કલાબેન ડેલકરને જનતા તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ

274

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની બેઠક પર લોકસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 30 ઓક્ટોબરના રોજ દાદરાનગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણીનું મતદાન થશે. જોકે સાંસદ મોહન ડેલકર આ બેઠક પરથી ચૂંટાયા હતા પરંતુ તેમનો મૃતદેહ મુંબઈની એક હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.તેથી આ બેઠક ખાલી થઈ હતી અને હવે લોકસભાની બેઠક પર 30 ઓક્ટોબર એક પેટાચૂંટણી યોજાશે ત્યારે આ પેટાચૂંટણીમાં મોહન ડેલકરનો પરિવાર અને ભાજપ આમને સામને આવી હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે, દાદરાનગર હવેલીની બેઠક પરથી મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકરે ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.ભાજપે પણ આ બેઠક પરથી તેમના ઉમેદવારની જાહેરાત કરી છે.ભાજપ તરફથી આદિવાસી યુવા ચહેરા મહેશ ગાવિતને ટિકિટ આપવામાં આવી છે.

એવી પણ માહિતી મળી રહી છે કે, મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકર શિવસેનામાંથી ચૂંટણી લડી શકે છે.મહત્ત્વની વાત છે કે, મોહન ડેલકરનું નામ દાદરાનગર હવેલીમાં ખૂબ જ મોટું હતું.હવે તેમનો પરિવાર પણ રાજનીતિમાં સક્રિય થયો છે. મોહન ડેલકરની પત્ની કલાવતી ડેલકરે ચૂંટણીની તમામ જવાબદારી દીકરા અભિનવ ડેલકરને સોંપી છે.એટલે હવે દાદરાનગર હવેલીમાં ભાજપ અને મોહન ડેલકરનો પરિવાર આમને સામને આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.મોહન ડેલકરના પરિવાર સાથે ભાજપની સીધી ટક્કર થશે.

મહત્વની વાત છે કે, મોહમ ડેલકર દાદરાનગર હવેલીના સાત વખત સાંસદ રહી ચૂક્યા છે.તેઓ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી પણ ચૂંટણી લડ્યા અને જીત્યા. 2019ની ચૂંટણીમાં મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.તેઓ ભાજપ કોંગ્રેસના ઉમેદવારની સામે જીતી ગયા હતા.

મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈની સી ગ્રીન હોટલના એક રૂમમાંથી મળી આવ્યો હતો.તેમના મૃત્યુ પાછળ દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા પરંતુ મોહન ડેલકરનું મોત કયા કારણે થયુ હતું તે હજુ પણ જાણી શકાયું નથી.તેમના મોતને આત્મહત્યા ગણવામાં આવી રહી છે.તો બીજી તરફ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પરથી જે પેટાચૂંટણી જાહેર થઇ છે.તેમાં 8 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે અને તે પહેલા જ મોહન ડેલકરના દીકરા અભિનવે જાહેરાત કરી હતી કે, તેમના માતા કલાવતી ડેલકર આ ચૂંટણી મેદાનમાં ઉતરશે.

Share Now