ખેડા જિલ્લા બેન્કની ચૂંટણીમાં બહુમતી છતાંં ધીરુભાઈ ચાવડાની હાર

106

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર:
કોન્ગ્રેસના ગઢ ગણાતા ખેડા જિલ્લા સહકારી બૅન્કના ચૅરમૅનની ચૂંટણીમાં વરસો સુધી ચૅરમૅન રહેલા ધીરુભાઈ ચાવડાનો એક મતથી પરાજય થયો છે. ભાજપ તરફથી ચેરમેન પદ માટે ચૂંટણી લડેલા જયેશ પટેલનો એક મતથી વિજય થયોહ હતો.કૉન્ગ્રેસના સમર્થક મનાતા પાંચ સભ્યએ ધીરુભાઈ ચાવડની વિરુદ્ધમાં મતદાન કરતાં તેમનો પરાજય થયો હતો. આ મતદાનમાં ખેડા જિલ્લા સહકારી બૅન્કના ૧૪ ડિરેક્ટરોએ ભાગ લીધો હતો. તેમાંથી જયેશ પટેલને સાત મત મળ્યા હતા. જ્યારે ધીરુભાઈ ચાવડાના ૬ મત મળ્યા હતા.એક ડિરેક્ટરે બંનેમાંથી એક પણ ચેરમેને મત ન આપવાનો ( નન ઓફ ધી એબોવ-નોટા)નો આશરો લીધો હતો. ૧૯૪૮ પૂર્વેથી ખેડાના સહકારી ક્ષેત્ર પરનો કોન્ગ્રેસનો દબદબો આ સાથે જ ખતમ થવાને આરે આવી ગયો છે. વધુ એક સફળતા મેળવ્યા બાદ સહકારિતા સેલના સંયોજક બિપીન પટેલે જણાવ્યુંહતું કે હવે એપ્રિલના છેલ્લા અઠવાડિયા કે મે માસના પહેલા અઠવાડિયામાં થનારી ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચૅરમેન અને વાઈસ ચૅરમૅનની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારને વિજયી બનાવવા સક્રિય બનશે. ધીરુભાઈ ચાવડા ૨૦૦૩થી ખેડા જિલ્લા સહકારી સંઘના ચૅરમેન તરીકે સેવા આપી રહ્યા છે. આ જ રીતે ગુજકોમાસોલના ડિરેક્ટરોની આગામી જૂનમાં આવનારી ચૂંટણીમાં પણ ભાજપ તેના ઉમેદવારો બિનહરીફ થાય તે માટે એડીચોટીનું જોર લગાવશે. ગુજકોમાસોલની ચૂંટણીમાં કોન્ગ્રેસના ૫થી ૭ ઉમેદવારો બિનહરીફ થતા આવ્યા છે. હવે તેમની સામે પણ ભાજપ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

Share Now