IPLની મેચ પર સટ્ટો રમાડતો વધુ એક સટોડીયો પકડાયો, ગોકુ નામનો બુકી વોન્ટેડ

82

વડોદરા,તા. 6 મે 2022,શુક્રવાર : આઈપીએલની મેચ પર સટ્ટો રમવાના એક પછી એક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે હજી સુધી પોલીસ બુકીઓ સુધી પહોંચી શકી નથી.સલાટવાડા રોડ પર મામાની પોળ પાસે ગઈરાતે સ્કૂટર પર બેસીને એક સટોડીયો હૈદરાબાદ અને દિલ્હીની મેચ પર સટ્ટો લઇ રહ્યો હોવાની વિગતો મળતાં એલસીબી ઝોન-4ની ટીમે દરોડો પાડ્યો હતો.પોલીસે મામાની પોળમાં રહેતા ચિરાગ પ્રહલાદભાઈ શર્માને ઝડપી પાડી મોબાઈલ ચેક કરતા તેમાં સટ્ટા ની એપ્લિકેશન ચાલુ હોવાનું અને મેચ ઉપર સટ્ટો લેવામાં આવી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે સટોડિયાનો મોબાઈલ અને સ્કૂટર કબજે કરી પૂછપરછ કરતા આઠ દિવસ પહેલા ગોકુ નામના બુકી પાસે સટ્ટો રમવા આઈડી મેળવી હોવાની વિગતો ખુલી હતી.જેથી પોલીસે બુકીને વોન્ટેડ જાહેર કર્યો છે.

Share Now