ઘરે મૂકવા જવાનું કહી પાડોશી અને તેના મિત્રે રેલવે ટ્રેક પર લઇ જઇ બળાત્કાર ગુજાર્યો

263

અમદાવાદ : શહેરના ખોખરા વિસ્તારમાં પરિણીતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે.જેમાં મહિલા રાત્રે ચાલતી ચાલતી ઘરે જઇ રહી હતી.ત્યારે તેના પિયરના પાડોશમાં રહેતો યુવક અને તેનો મિત્ર રસ્તામાં મળ્યા હતા.બન્નેએ તેને ઘરે ઉતારી જવાનું કહ્યા બાદ પરિણીતાને પોતાના વ્હિકલ પર બેસાડી હતી.ત્યારબાદ તેને ઘરે મૂકવા જવાની જગ્યાએ રેલવે ટ્રેક પર અવાવરું જગ્યાએ લઇ ગયા હતા.ત્યાં બન્નેએ બળાત્કાર ગુજાર્યો હતો.પછી મહિલાને પરત ખોખરા મૂકી પલાયન થઇ ગયા હતા.આ મામલે ફરિયાદ બાદ પોલીસે બન્ને ફરાર આરોપીઓની શોધખોળ આદરી છે.શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી ૪૩ વર્ષની પરિણીતા સોમવારે રાતે તેના વિસ્તારમાંથી ચાલતી ચાલતી જતી હતી.ત્યારે પરિણીતાની પાડોશમાં રહેતો યુવક અને તેનો મિત્ર રસ્તામાં મળ્યા હતા.બાળપણથી આ યુવકને પરિણીતા એકબીજાને ઓળખતી હોવાથી યુવક મહિલા પાસે આવ્યો હતો અને ઘરે મૂકી જવાની વાત કરી હતી.પરિણીતા ઓળખતી હોવાથી તેને યુવક પર વિશ્વાસ હતો.જેથી મહિલા તેના વ્હિકલ પર બેસી ગઇ હતી.મહિલાને બેસાડ્યા બાદ તેને ઘરે મૂકવા જવાના બદલે ખોખરા વિસ્તારમાં રેલવે ટ્રેક ઉપર અવાવરું સ્થળે લઇ ગયા હતા.જ્યાં ગયા બાદ બળજબરી પૂર્વક મહિલા સાથે બન્ને યુવકોએ વારા ફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.બાદમાં ભાઇપુરાથી ફરીથી વાહન ઉપર બેસાડીને ખોખરા જાડેજા કોર્નર પાસે મહિલાને ઉતારીને બન્ને શખ્સો નાસી ગયા હતા.મહિલા આખી રાત ત્યાં દુકાનના ઓટલે સુઇ ગઇ હતી અને બીજા દિવસે સવારે પિયરમાં ગઇ હતી અને પતિને જાણ કરી હતી.ત્યારબાદ પરિવારે હિંમત આપતા તેણે આરોપીઓ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Now