ભર ઉનાળે ગિરિમથક સાપુતારામાં જામ્યું ગાઢ ધુમ્મસ, ઉનાળામાં શિયાળા જેવો માહોલ

83

સાપુતારા : ચાલુ વર્ષે ગિરિમથક સાપુતારાનો માહોલ ખુસનુંમાં જણાઈ રહ્યો છે પ્રવાસીઓની અવરજવર ફરી વધી છે.જેને લઈને સાપુતારા તેના અસલ સ્વરૂપમાં જોવા મળે છે.હાલ ગુજરાતમાં અસહ્ય ગરમીના કારણે લોકો ઠંડકમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.ત્યારે ડાંગ જીલ્લાના સાપુતારામાં ગરમીમાં રાહત મેળવવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા સાપુતારા ધુમ્મસની ચાદર તળે ઢંકાઈ ગયું હતું.વહેલી સવારે ધુમ્મસને કારણે વિઝીબીલીટી ઓછી રહેતા વાહન ચાલકોને તકલીફ હતી જ્યારે પ્રવાસીઓ ખુબ મોજમાં આવી ગયા હતા.અને તેમનો આનંદ બેવડાયો હતો. ચોમાસાને દસ્તક દેતું સાપુતારાનું વાતાવરણ લોકોને પોતાના તરફ આકર્ષી રહ્યું છે.સાપુતારા સહીત ડાંગ જિલ્લના વિવિધ પર્યટક સ્થળોએ પ્રાકૃતિક સૌન્દર્ય ખીલી ઉઠ્યું છે.સામાન્ય રીતે હાલ રાજ્યમાં સરેરાસ 40 ડીગ્રી કરતા વધુ તાપમાન રહે છે ત્યારે સાપુતારામાં 22 થી 28 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાઈ રહ્યું હોવાથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહિયાં આવી રહ્યા છે.

Share Now