રૃા.20 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ

62

સુરત : મિત્રતાના સંબંધના નાતે ટેક્સટાઈલના ધંધા માટે આપેલા પૈસાના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન થયા હતા મિત્રતાના સંબંધના નાતે રત્નકલાકાર મિત્ર પાસેથી હાથ ઉછીના લીધેલા રૃ.20 લાખના લેણાંના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મનેશકુમાર મોહનલાલ શુક્લાએ દોષી ઠેરવી સજા ફટકારી હતી.

સુરતના ડાયમંડ માર્કેટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા ફરિયાદી રાહુલ રમેશ કથીરીયા(રે.ભૂરખીયા ધામ સોસાયટી,સરથાણા જકાતનાકા)એ મિત્રતાના સંબંધમાં તા.10-10-2016ના રોજ રીંગરોડ ખાતે કોહીનુર માર્કેટમાં જેનીલ ફેશન્સના આરોપી સંચાલક સતીષ એન.માયાણી(રે.મોહનદીપ સોસાયટી,કતારગામ)ને ધંધાકીય હેતુ માટે રૃ.20 લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના પેમેન્ટ પેટે આરોપીએ ઓક્ટોબર-2017ના રોજ આપેલા લેણી રકમના ચેક આપ્યા તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોઠી ઠેરવી બે વર્ષની સખ્તકેદ,રૃ.20 લાખ દંડ તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

Share Now