ઉદયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના આશ્રિત પરિવારને રૂ. 50 લાખની મદદનું એલાન

96

નવી દિલ્હી : તા.30 જૂન 2022,ગુરૂવાર : રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારના રોજ એક દરજીની હત્યા કરવામાં આવી ત્યાર બાદ દેશભરમાં ભારે રોષનો માહોલ વ્યાપ્યો છે.ઉપરાંત લોકો ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે જેથી પ્રશાસને સાવચેતીના પગલારૂપે સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન બનાવી દીધી છે.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતક કન્હૈયાલાલના આશ્રિત પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરવાની જાહેરાત કરી છે.આ સાથે જ તેઓ આજે કન્હૈયાલાલના પરિવારને મળવા પણ જવાના અશોક ગેહલોતે જણાવ્યું હતું કે,હું પ્રદેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે,જે રીતે પોક્સો એક્ટના અનેક પ્રકરણોમાં ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગારોને સજા અપાવવામાં આવી છે તે જ રીતે ઉદયપુર સહિતની અન્ય ઘટનાઓમાં પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે.’

Share Now