કોરોના સંક્રમણ યથાવત ,અમદાવાદમાં કોરોનાના નવા ૨૨૨કેસ,એકિટવ કેસ ૧૨૦૦

106

અમદાવાદ : ગુરુવાર,30 જુન,2022 : અમદાવાદમાં કોરોના સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.ગુરુવારે દૈનિક કેસમાં વધારો થતાં નવા ૨૨૨ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું.૧૮૪ દર્દી કોરોનામુકત થયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ ૧૧ દર્દી સારવાર હેઠળ છે.હાલમાં શહેરમાં કોરોનાના ૧૨૦૦ એકિટવ કેસ છે.

બુધવારે અમદાવાદમાં કોરોનાના ૨૨૦ કેસ નોંધાયા હતા.ગુરુવારે સતત બીજા દિવસે પણ કેસની સંખ્યા વધતા નવા ૨૨૨ કેસ નોંધાયા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના નવ દર્દી વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.એક દર્દી ઓકિસજન અને એક દર્દી આઈ.સી.યુ.વોર્ડમાં સારવાર હેઠળ છે.માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમય બાદ અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને કોરોનાના ૩,૮૮,૫૦૫ કેસ નોંધાયા છે.કુલ ૩,૮૩,૫૭૨ દર્દી કોરોનામુકત થયા છે.અત્યાર સુધીમાં કુલ ૩૬૨૦ લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે.

Share Now