રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીની તાડમારથી તૈયારીઓ શરુ થઈ ગઈ છે.અનેક પક્ષના મોટા રાજનેતાઓ ગુજરાતમાં આવીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.ત્યારે ગુજરાતમાં આપના નેતાઓના પ્રચાર બાદ હવે ભાજપ તરફથી પણ ગુજરાતમાં ચુંટણીના પ્રચારની કામગીરી હાથ ધરાવાની છે.ત્યારે આ નવરાત્રી બીજેપી ગુજરાતમાં પ્રચાર કરશેની શક્યતાઓ જણાય રહી છે.નવરાત્રી શરૂ થતા ભાજપના નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે જ્યારે પીએમ મોદી નવરાત્રીના દિવસે આવી શકે છે જે પાંચ દિવસ ગુજરાતમાં રહી અનેક સભાઓ સંબોધશે.
પીએમ મોદીનો પાંચ દિવસનો ગુજરાત પ્રવાસ
નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે.મળી રહેલા તેમના કાર્યક્રમ પ્રમાણે, વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે.આ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે.આ સાથે તેઓ ઓક્ટોબરના ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.પીએમ મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે.આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરુચના પ્રવાસે છે. 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવવાના છે.આ ઉપરાંત પીએમ મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે છે.
પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે
અમિત શાહ આગામી 27 સપ્ટેમ્બર એટલે બીજા નોરતે ગુજરાત પ્રવાસે આવવાના છે.તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત કરવાના છે.નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રીમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પુજા અર્ચના કરે છે.આ વખતે પણ તેઓ પરિવાર સાથે માણસાની મુલાકાત કરશે.