પાકિસ્તાની સેનાનું વિમાન બલોચે તોડી પાડ્યું, બે મેજર સહિત 6 સૈનિકોના મોત

84

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે.હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાકિસ્તાની સેનાના બે મેજર રેન્કના અધિકારીઓ સહિત છ સેના અધિકારીઓના મોત થયા છે.આ ઘટના સોમવારે સવારે બલૂચિસ્તાનના હરનાઈ વિસ્તારમાં બની હતી.પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRએ જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૈનિકોમાં બે પાયલટ પણ સામેલ છે.છેલ્લા બે મહિનામાં બલૂચિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની આ બીજી ઘટના છે.અગાઉ ઓગસ્ટમાં પણ આવી જ ઘટના બની હતી.ત્યારબાદ બલૂચિસ્તાનના વિદ્રોહી સંગઠને હેલિકોપ્ટર દુર્ઘટનાની જવાબદારી લીધી હતી.આવી સ્થિતિમાં આ ઘટનાને લઈને પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું વિદ્રોહીઓએ વિમાનને નિશાન બનાવ્યું હતું.

પાકિસ્તાની સેનાનું વિમાન બલોચે તોડી પાડ્યું

હાલમાં પાકિસ્તાન સેના દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.પરંતુ તપાસનો મામલો ચોક્કસ સામે આવ્યો છે.આ પહેલા 1 ઓગસ્ટના રોજ બલૂચિસ્તાનમાં જ વિદ્રોહીઓના વિસ્તારમાં પાકિસ્તાન આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.આ ઘટનામાં લેફ્ટનન્ટ જનરલ સરફરાઝ અલી સહિત 6 લોકો માર્યા ગયા હતા.આ હેલિકોપ્ટર બલૂચિસ્તાનના લાસબેલા જિલ્લામાં ક્રેશ થયું હતું.શરૂઆતમાં આ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું.પરંતુ બીજા જ દિવસે બલોચ બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેઓએ વિમાનને ઠાર માર્યું હતું.

બે મેજર સહિત 6 સૈનિકોના મોત

આવી સ્થિતિમાં આ ઘટનાને લઈને પણ અટકળો ચાલી રહી છે.જો કે હાલમાં પાકિસ્તાન સેના કંઈપણ કહેવાનું ટાળી રહી છે અને તપાસ બાદ જ કંઈક કહેવાની વાત કરી રહી છે.પાકિસ્તાની સેનાનું કહેવું છે કે એન્જિનિયરોની તપાસ બાદ જ ખબર પડશે કે વિમાનનું ખરેખર શું થયું હતું.પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું કે ઉડતા હેલિકોપ્ટર ખતરનાક બની રહ્યા છે.આ દુર્ઘટનાની તપાસ એન્જિનિયરો જ કરશે. પછી ખબર પડશે કે પ્લેનમાં કોઈ ખામી હતી કે હુમલો થયો હતો.તેમણે કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા તે તમામ યુવાન હતા અને તે સેના માટે પણ મોટી ખોટ છે.

Share Now