PM મોદી કાર્યકરોને સંબોધન કરશે : ગુજરાતથી દિલ્હી સુધી ભાજપની જીતની ઉજવણી

55

– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય જીતની ઉજવણી ગુજરાતથી છેક દિલ્હી સુધી થઈ રહી છે
– વડાપ્રધાન મોદી કાર્યકરો અને ઉમેદવારોની ખુશી અને ઉત્સાહમાં વધારો કરવા આજે સંબોધન કરશે

અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય જીતની ઉજવણી ગુજરાતથી છેક દિલ્હી સુધી થઈ રહી છે.તો દિલ્હીના ભાજપ હેડ ક્વાર્ટર પર પણ જીતની ઉજવણી ચાલી રહી છે,તો આ જીતની ખુશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકરોને સંબોધન કરશે.દરમિયાન ભાજપ સતત 27 વર્ષથી ગુજરાતની ધરા પર અડીઘમ છે અને આગામી 5 વર્ષ સુધી ગુજરાતમાં રાજ કરશે.ભાજપે રાજ્યમાં સતત 7મી વખત સરકાર બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.વડાપ્રધાન મોદી કાર્યકરો અને ઉમેદવારોની ખુશી અને ઉત્સાહમાં વધારો કરવા સંબોધન કરશે.

12 ડિસેમ્બરે ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી

દરમિયાન ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત તરફ આગળ વધતાં જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેલિફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.નવી સરકારની શપથવિધી આગામી 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે.શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે.હાલમાં ભાજપના કાર્યકરો જીતની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે.ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હાઉસ ધ જોશ લખીને ટ્વિટ કર્યું હતું.

ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાશે

ગુજરાત વિધાનસભાની ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યની સંભવતઃ આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાશે.સમાચાર મુજબ આગામી 12 ડિસેમ્બરના રોજ નવી સરકારનો શપથવિધિ કાર્યક્રમ યોજાસે.ભાજપે આ વખતની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહની આગેવાનીમાં ભાજપે આ વખતે 157 બેઠક પર ભગવો લહેરાવી 1985માં માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસે જીતેલી 149 બેઠકોનો રેકોર્ડો તોડ્યો છે.તો ભાજપે 1995થી 2022 સુધીની ચૂંટણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે.આ પહેલા ભાજપે 2002માં સૌથી વધુ 127 બેઠકો પર જીત નોંધાવી હતી.

Share Now