ટેક્સટાઇલ ઉદ્યોગને છેલ્લાં પાંચ વર્ષમાં ૧૫૨ અબજ ડૉલરની FDI મળી

69

– રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશે લોકસભામાં જણાવ્યું હતું

ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગને ૨૦૧૭થી ૨૦૨૨ દરમ્યાયાન ૧૫૨.૨૨ અબજ ડૉલરનું ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) પ્રાપ્ત થયું છે,એમ રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશે લોકસભામાં જણાવ્યું હતું.તેમણે કહ્યું કે એક ઇકૉનૉમિક સર્વે અનુસાર ૨૦૧૯-’૨૦માં આ અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર ૪૩.૯૯ કરોડ હતો.સરકારે સાત પ્રધાન મંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન ઍન્ડ અપેરલ (પીએમ મિત્ર) પાર્ક્સની મંજૂરી આપી છે,જેમાં ૨૦૨૭-’૨૮ સુધી ૪૪૪૫ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવશે.આ સિવાય કેન્દ્ર સરકારે મેન-મેડ ફાઇબર (એમએમએફ) અપેરલ,ફૅબ્રિક્સ અને ટેક્નિકલ ટેક્સટાઇલ પ્રોડક્ટ‍્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૬૮૩ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) મંજૂર કરી છે.

Share Now