આજે ૨૧ ચોથનું ફળ આપતી વર્ષની એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી

77

– ગણેશજીની આરાધના માટે ઉત્તમ દિવસ
– ગણેશ મંદિરોમાં ભક્તો ઉમટશે : ગણપતિ અથર્વશીર્ષ, ગણપતિ સ્તોત્રના પઠનનું મહાત્મ્ય

ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે આવતીકાલે ઉત્તમ દિવસ છે.આવતીકાલે પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે.આ દિવસ ૨૧ ચોથ કર્યાનું ફળ આપે છે.આવતીકાલે રાત્રે ૯ઃ૦૯ના ચંદ્રોદય છે.વિક્રમ સંવત ૨૦૭૯માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.આવતીકાલના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે,તમામ કાર્ય સિદ્ધ થાય છે.ધન-ધાન્ય, સંતાનસુખ,સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.આ દિવસે વિદ્યાસુખદાતા,ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. ૨૧, ૫૧ કે ૧૦૮ વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.અંગારકી સંકષ્ટ ચતુર્થી નિમિત્તે આવતીકાલે વહેલી સવારથી ગણેશ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે.

Share Now