બાગેશ્વર ધામના મંચ પર સુલતાના બેગમે હિંદુ ધર્મ અપનાવ્યો, જય શ્રીરામના નારા લગાવ્યા, કહ્યું- સનાતન ધર્મ શ્રેષ્ઠ…

66

બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ ચર્ચામાં છે.દરમ્યાન તેમના એક દરબારમાં પહોંચેલી મુસ્લિમ મહિલાએ જાહેરમંચ પરથી હિંદુ ધર્મ સ્વીકારવાનું એલાન કર્યું હતું.છત્તીસગઢના રાયપુરમાં બાગેશ્વર ધામ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં એક સુલતાના બેગમ નામની મુસ્લિમ મહિલાએ હિંદુ ધર્મ અપનાવ્યો હતો.મહિલાએ કહ્યું કે, સનાતન ધર્મ શ્રેષ્ઠ છે કારણ કે અહીં ભાઈ-બહેનનાં લગ્ન નથી થતાં કે ટ્રિપલ તલાક આપીને મહિલાઓને તરછોડી દેવામાં નથી આવતી.આ મહિલા છત્તીસગઢના બિલાસપુરની હોવાનું કહેવાય છે.

હિંદુ ધર્મ અપનાવનાર મહિલાએ કહ્યું કે, તેમને પરિવારે છોડી દીધાં છે,કારણ કે તેઓ મૂર્તિ પૂજા કરતાં હતાં.અને તેઓ એક હિંદુ યુવકને પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરશે.તેમણે ભગવાન રામ,હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓના જય-જયકાર કરીને કહ્યું કે, તેઓ હવે હિંદુ બનીને રહેશે અને એમ પણ ઉમેર્યું કે તેઓ કોઈના દબાણમાં આવ્યા વગર હિંદુ ધર્મ અપનાવી રહ્યાં છે.બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહિલાનું સનાતન ધર્મમાં સ્વાગત કર્યું હતું.આ ઉપરાંત રાયપુરમાં યોજાયેલા આ જ દરબારમાં ઓરિસ્સાના એક પરિવારના ત્રણ લોકોએ હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી હતી.જેમને પણ મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મંચ પરથી આવકાર્યા હતા.

સ્વામી રામદેવ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા

યોગગુરુ બાબા રામદેવ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા છે.તેમણે કહ્યું કે, કેટલાક પાખંડી લોકો મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર તૂટી પડ્યા છે.સ્વામી રામદેવે કહ્યું કે,આ બધું વગર આંખોએ જોવું હોય તો તમે પૂજ્ય ભદ્રાચાર્યજીમાં જોઈ લો.જો બહારની આંખોથી જોવું હોય તો તમે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીમાં જોઈ લો.ભગવાનના અનુગ્રહથી વ્યક્તિને સૂક્ષ્મ જગતની અનુભૂતિ થતી હોય છે.પરંતુ આ ગુરુની કૃપા અને ભાગવતની કૃપાથી થાય છે.ગુરુકૃપા,ભાગવત કૃપા અને બાલાજી મહારાજની કૃપા હોય છે.તેમણે આગળ કહ્યું કે, હું તો મીડિયાના લોકોને વધારે ફોન કરતો નથી પરંતુ મેં કેટલાકને કહ્યું કે બધી જ જગ્યાએ પાખંડ ન જુઓ.થોડું એ પણ જુઓ જે સત્ય છે અને નરી આંખે દેખાય છે એ તો માત્ર 1 ટકા છે.અદ્રષ્ટ 99 ટકા છે.સ્વામી રામદેવ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગુરુ ભદ્રાચાર્યજી મહારાજ પાસે પહોંચ્યા હતા,જ્યાં તેમણે આ વાતો કહી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એક કથાના સમાપન બાદ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના આરોપ લગાવ્યા હતા.ત્યારબાદ મહંતે જવાબો પણ આપ્યા હતા.મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, તેઓ સનાતનીઓને જગાડવાનું અને ઘરવાપસી કરવાનું કામ કરી રહ્યા હોવાના કારણે તેમની ઉપર આરોપ લાગી રહ્યા છે.તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ડર્યા વગર પોતાનું કામ ચાલુ રાખશે અને હિંદુઓની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કોઈ પણ કામ નહીં કરે.

Share Now