પાકિસ્તાન પર હવે વીજળી સંકટ, આખા દેશમાં લાઈટ ગૂલ

45

મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનીઓને એક પછી એક મુશીબતોને સામેનો કરવો પડી રહ્યો છે.પાકિસ્તાનીઓનની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે.ત્યાના લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે.ત્યારે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં હવે અંધારપટ છવાઈ ગયો છે.

અનેક શહેરોમાં વીજળી ગૂલ

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જ જાય છે.પહેલા પાકિસ્તાનમાં લોટ ન મળતા લોકોને ખાવાના પણ ફાંફા પડ્યા હતા ત્યારે હવે પાકિસ્તાનમાં વિજળી ગૂલ થઈ ગઈ છે.એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાનનો એક મોટો હિસ્સો સોમવારથી અંધારામાં ડૂબેલો છે.સોમવારથી પાકિસ્તાનમાં પાવર કટ થયો હતો. ઈસ્લામાબાદ,લાહોર અને કરાચી જેવાં શહેરોમાં છેલ્લા ઘણા સમયથી લાઈટ ન હોવાને કારણે અંધારપટ છવાઈ ગયો છે.એક ન્યુઝ અહેલાવ અનુસાર ક્વેટા ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીએ જણાવ્યું હતું કે બલૂચિસ્તાનનાં 22 શહેરમાં સવારથી વીજળી નથી.અહીં ગુડ્ડુ અને ક્વેટા વચ્ચેની બે સપ્લાય લાઈનમાં સમસ્યા છે.

ઉર્જા મંત્રાલયે આપ્યું નિવેદન

આ અંગે ઉર્જા મંત્રાલયે જણાવ્યુ હતુ કે નેશનલ ગ્રિડ સવારે 7:34 વાગ્યે ડાઉન થઈ ગયું,જેને કારણે વીજપૂરવઠો ખોરવાઈ ગયો છે.અને સિસ્ટમમને સુધારવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પહેલેથી જ વીજળીની અછત અને લાંબા વીજ કાપનો સામનો કરી રહ્યું છે.ત્યારે ક્વેટા અને ગુડ્ડુ વચ્ચે હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઈનોમાં ખરાબીના પગલે દેશના અનેક ભાગોમાં વીજળી ખોરવાયી છે.

Share Now