ફતેપુરમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ના પાડવા બદલ દલિત યુવતીના લગ્ન તૂટતાં 5 વિરુદ્ધ નોંધાઈ FIR

37

ઉત્તરપ્રદેશ,તા. 25, જાન્યુઆરી,બુધવાર : ઉત્તરપ્રદેશનું ફતેહપુર છેલ્લા કેટલાક સમયથી ખ્રિસ્તી ધર્મ પરિવર્તનના સમાચારને લઈને ચર્ચામાં છે.તેવામાં ફરી એક વાર આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં ફતેપુરમાં ખ્રિસ્તી બનવાની ના પાડવા બદલ દલિત યુવતીના લગ્ન તૂટ્યા હોવાના અહેવાલો સામે આવ્યાં છે.જેને લઈને પીડિત યુવતીના મંગેતર સહિત 5 લોકો
સામે ગુનો નોંધવામાં આવ્યો છે.મુખ્ય આરોપીનું નામ જિતેન્દ્ર પાસવાન છે અને આ ગત ઘટના શુક્રવાર 20 જાન્યુઆરી 2023ની છે.

અહેવાલો અનુસાર ફતેપુરમાં ખ્રિસ્તી બનવાની ના પાડવા બદલ દલિત યુવતીના લગ્ન તૂટ્યા હોવાની આ ઘટના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રહીમાપુર ગામની છે.પીડિત યુવતીના પિતા રામ નરેશે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ સરકંદી ગામના રહેવાસી છે.તેમણે પોતાની દીકરીના લગ્ન જીતેન્દ્ર પાસવાન સાથે નક્કી કર્યા હતા.તેમની દીકરીની સગાઈ 25 ફેબ્રુઆરી 2022ના રોજ થઈ હતી.આ દિવસે તેમણે છોકરાવાળાઓને 51 હજાર રૂપિયા આપ્યા હતા.બાકીના 1 લાખ રૂપિયા 29 જાન્યુઆરી 2023ના રોજ આપવાની વાત થઈ હતી.આ દિવસે જિતેન્દ્રનું તિલક કરવાનું હતું. પરંતુ તે પહેલા તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

રામ નરેશે ફરિયાદમાં જણાવ્યું છે કે 20 જાન્યુઆરી 2023ના રોજ જિતેન્દ્ર પાસવાનના પિતા માયાદીન,માતા કેશકાલી અને મામા કામતાએ મારી દીકરી સાથે તેમના દીકરાના લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.આરોપ છે કે આરોપીઓએ લગ્ન માટે યુવતી સામે ખ્રિસ્તી ધર્મ અપનાવવાની શરત રાખી હતી.અને તેમ કરવાની ના પડતા આરોપી પરિવારે સબંધ તોડી નાંખ્યો હતો.આરોપીએ યુવતીની બાજુમાંથી લીધેલા પૈસા પરત કરવાનો પણ ઇનકાર કર્યો હતો.અપશબ્દો બોલી જીવથી મારી નાખવાની ધમકી આપી યુવતીઓનો પીછો કર્યો હતો.

પોલીસે આ કેસમાં જિતેન્દ્ર,કામતા,માયાદીન,કેશકાલી અને જિતેન્દ્રના પિતરાઈ ભાઈઓમાંથી એકનું નામ આરોપી તરીકે જાહેર કર્યું છે.ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ 2021ની કલમ 3, 5 (1) હેઠળ IPCની કલમ 504,506,406 હેઠળ આ તમામ પર FIR નોંધવામાં આવી છે.સ્ટેશન ઈન્ચાર્જ રાજેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર મામલાની ઝીણવટથી તપાસ કરવામાં આવી રહી છે.

મીડિયાએ પીડિત યુવતીના કાકા ચેતરામ સાથે વાત કરી હતી.દરમિયાન ચેતરામે જણાવ્યું હતું કે જિતેન્દ્રના પરિવારે તેમને કહ્યું કે પંડિતો લગ્નમાં નહીં આવે,કારણ કે તેઓ ખ્રિસ્તી છે.છોકરાના પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે તેમના ઘરે દર શનિવારે પ્રાર્થના સભા થાય છે જેમાં તેમની દીકરીએ પણ હાજરી આપવાની રહેશે.આ સાથે યુવતીએ પ્રાર્થનામાં બહાર પણ જવું પડશે.ચેતરામના જણાવ્યા અનુસાર, તેઓએ પોતાને હિંદુ ગણાવીને આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.આ પછી છોકરાવાળાઓએ લગ્ન તોડી નાખ્યા પરંતુ પૈસા પાછા ન આપ્યા.

નોંધનીય છે કે ભૂતકાળમાં ફતેહપુરથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે વિવિધ પ્રકારના પ્રલોભનો આપવાનો કિસ્સો સામે આવ્યો હતો.પીડિતે ફતેહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે તેને ખ્રિસ્તી બનવા માટે 15,000 રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી.એક સુંદર છોકરી સાથે લગ્નનું વચન આપવામાં આવ્યું હતું.એટલું જ નહીં, અન્ય હિન્દુને સાથે લાવવા માટે 20 હજાર રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું.

Share Now