કોરોનકાળ વખતે લંડનના ચર્ચમાં ચાલતી હતી ‘સેક્સ પાર્ટી ’: આરોપગ્રસ્ત પાદરીએ જીવન ટૂંકાવ્યું

69

લંડન, તા. 25, જાન્યુઆરી, બુધવાર : ખ્રિસ્તીઓની આસ્થાના કેન્દ્ર સમાન વેટીકન સીટીમાંથી સામે આવેલા એક સમાચારને લઈને હડકંપ મચી ગયો છે.બ્રિટન સ્થિત એક ચર્ચના એક પાદરી દ્વારા કોરોના લોકડાઉનના સમયે સેક્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.જે સમગ્ર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એક રિપોર્ટ અનુસાર, બ્રિટનના પાટનગર લંડનમાં આવેલા એક ચર્ચમાં પાદરી માઈકલ મૈકકોય દ્વારા કોરોના લોકડાઉન સમયે સેક્સ પાર્ટીનું આયોજન એક ખાલી પડેલા ચર્ચમાં કરવામાં આવ્યું હતું.પાદરી પર લાગેલા આ આરોપની તપાસ લિવરપુલના આર્કબિશપ કરી રહ્યા હતા.જોકે, આ તપાસ શરૂ થાય તે પહેલાં જ ચર્ચના પાદરીએ આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાના બહાને ચર્ચની અંદર કેટલી હદે વ્યભિચાર પ્રવર્તી રહ્યો છે,તે પણ બહાર આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કેથોલિક ચર્ચના ઉચ્ચ અધિકારી રોબર્ટ બાયર્ને કોઈ કારણોસર તેમના પદેથી રાજીનામું આપ્યું હતું,જેના કારણોની તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો.રોબર્ટ બાયર્ન અગાઉ બિશપ રહી ચૂક્યા છે.

એવું જાણવા મળ્યું કે ફાધર મૈકકોય ચર્ચના ડીન તરીકે રોબર્ટનું સ્થાન લેવા માંગતા હતા.ઉપરાંત આ દરમિયાન ડિસેમ્બર 2020 મહિનામાં મૈકકોયે કેટલાક અનુયાયીઓને તેના ઘરે ‘સેક્સ પાર્ટી’માં સામેલ થવા માટે તૈયાર કર્યા.તે દિવસોમાં કોરોના એટલે વિકરાળ હતો કે એક જગ્યાએ આટલા બધા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ હતો.છતાં તેણે એક ખાલી ચર્ચમાં આ પાર્ટીનું આયોજન કર્યું હતું.આરોપી પાદરીએ તો 2021માં અપરાધ બોધના કારણે આત્મહત્યા કરી લીધી હતી.પરંતુ આ મામલાનો ખુલાસો થયા બાદ લંડનના ઘણા લોકો મૈકકોયના વિરુદ્ધમાં જુબાની આપવા આવી રહ્યા છે.આ આખા મામલાના કારણે ખ્રિસ્તી ધર્મમાં ઊંચું સ્થાન ધરાવતા પોપ ખૂબ ગુસ્સામાં છે અને ઊંડી તપાસ કરવાના આદેશ પણ આપ્યા છે તેમ પણ અહેવાલોએ જણાવ્યું હતું.બીજી તરફ વિશ્વભરના ખ્રિસ્તીઓમાં આક્રોશ ફેલાયો છે.

મેકકોયે આત્મહત્યા કરવા પાછળનું એક કારણ એ પણ ચર્ચાઈ રહ્યું છે કે એક બાળકના જાતીય શોષણ કેસમાં પોલીસે તેમની સામે તપાસ શરૂ કરી હતી.જેના કારણે પણ તેમણે આ પગલું ભર્યું હોય શકે તેમ માનવું છે.આરોપી પાદરી ફાધર મેકકોયને ચર્ચ અધિકારી રોબર્ટ દ્વારા ભાવિ ડીન તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

Share Now