રાજયની નીચલી અદાલતોમાં ગોકળગાયની ગતિએ ચાલતા કેસો માટે HCએ ઝાટકણી કરી

29

અમદાવાદ,તા. 25, જાન્યુઆરી, બુધવાર : વર્ષોથી પડતર કેસના નિકાલમાં ધાંધિયા કરનારા જજ સામે HCએ લાલ આંખ કરી છે.અને જણાવ્યું છે કે તમે જજ છો પણ તમે ન્યાયતંત્રની પ્રણાલીથી પર નથી.હળવાશથી ન લો’ 25-45 વર્ષથી પડતર કેસ મુદ્દે નીચલી કોર્ટના 10 જજને કન્ટેમ્પ્ટ નોટિસ આપી છે.તથા જજ હોવાથી પ્રોસિડિંગ્સ પહેલા રજૂઆત કરવાની તક આપીએ છીએ તેમ પણ જણાવ્યું હતુ.

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી નહીં ?

રાજયની નીચલી અદાલતોમાં વિલંબિત ગતિએ ચાલતા કેસો અને 25 થી 45 વર્ષો કરતાં પણ વધુ વર્ષોથી પડતર કેસોને લઇ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યની નીચલી અદાલતોના 10 જુદા જુદા જજોને કોર્ટના હુકમની અવમાનના બદલ નોટિસ પાઠવેલી અને જવાબ માગેલો કે શા માટે તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી નહીં ? આ મુદ્દે બે જજે હાઈકોર્ટમાં બિનશરતી માફી સાથે જવાબ રજૂ કરાયેલો.જો કે, હાઈકોર્ટે તેમના જવાબથી અસંતોષ વ્યક્ત કરેલો. હાઈકોર્ટે તેમને નિર્દેશ આપ્યો છે કે ફરીવાર જવાબ રજૂ કરો.આ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં હાથ ધરાશે.

તમે ક્લાર્ક કે અન્ય સ્ટાફ નથી પણ જજ છો

હાઈકોર્ટે કન્ટેમ્પ્ટનરને ટકોર કરેલી કે તમે જજ છો, ત્યારે એ વાતનુ ધ્યાન રાખવુ પડે કે તમે જ્યુડિશિયલ પ્રણાલીથી પર નથી.તમે સિસ્ટમને હળવાશથી લઈ ન શકો.કન્ટેમ્પ્ટનરના જવાબમાં એક વાક્ય એવુ બતાવો કે હાઈકોર્ટના નિર્દેશનુ પાલન કંઈ રીતે કર્યું છે.એકવાર ઉપલી અદાલત હુકમ કરે તો જજની ફરજ છે કે તેનો અમલ કરે.એવા કોઈ બહાના ચાલે નહીં તેના નીચેના કર્મચારીએ ધ્યાન દોર્યુ નથી, એટલે અમલ થયો નથી.જો ભવિષ્યમાં આ પ્રકારનુ વલણ દાખવશો તો તે વાતની નોંધ લેવાશે.આ વલણના લીધે અંદાજે 120 જેટલા કેસ લાંબા સમયથી પડતર છે.તમે ક્લાર્ક કે અન્ય સ્ટાફ નથી પણ જજ છો,તમારુ આ વલણ યોગ્ય નથી.જજ હોવાથી પ્રોસિડિંગ્સ પહેલા રજૂઆત કરવાની તક આપીએ છીએ.

શું જજ તરીકે કોર્ટના સ્ટાફ પર અંકુશ નથી

નીચલી અદાલતમાં કેસની સુનાવણી મુલતવી કોણ રાખે છે ? કોર્ટ માસ્ટર કે પ્રિસાઈડિંગ ઓફિસર ? શું જજ તરીકે કોર્ટના સ્ટાફ પર અંકુશ નથી ? જજની જવાબદારી છે કે રોજકામ જુએ. કન્ટેમ્પ્ટની રજૂઆત હતી કે તેમણે હાઈકોર્ટના નિર્દેશનુ પાલન કરવા પૂરા પ્રયાસ કર્યા છે.કેસની વિગત જોઈએ તો, વર્ષ 1977ના વર્ષો જૂના એક કેસમાં આણંદ સિવિલ કોર્ટના જયુડીશીયલ ઓફ્સિરને હાઇકોર્ટે નિયત સમયમર્યાદામાં કેસનો નિકાલ કરવા અંગે જારી કરેલા હુકમનું પાલન નહી થતાં હાઈકોર્ટે આકરી નારાજગી દર્શાવી હતી.હાઈકોર્ટે તમામ જિલ્લા અદાલતોને નિર્દેશ આપેલો કે કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે કામ કરો.જેથી પક્ષકારોને ઝડપી ન્યાય મળી શકે.

Share Now