રાજકુમાર બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ, પંકજ કુમાર થશે નિવૃત

50

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના નામ અંગે છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી.જેના પર આખે અંતિમ મોહર લાગી છે.રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક થઈ છે.હાલમાં રાજકુમાર રાજ્યના ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ રાજકુમાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.


ખાસ વાત છે કે, રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજકુમાર 31 જાન્યુઆરીએ વય નિવૃત્ત થઈ રહ્યા છે.આ સ્થિતિમાં તેમના સ્થાન પર હવે રાજકુમારની નિમણુંક કરવામાં આવી છે.છેલ્લા ઘણાં સમયથી તેમના નામની ચર્ચા થઈ રહી હતી.જો કે G-20ના પગલે પંકજકુમારને એક્સટેન્શન મળે તેવી પણ અટકળો હતી પરંતુ આજે અંતે પૂર્ણ વિરામ લાગી ગયો છે.

રાજ્ય સરકારના મુખ્ય સચિવની રેસમાં કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા,બી.બી સ્વેન,કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી,પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં હતા,પરંતુ અંતિમ પસંદગી રાજ કુમારની થઈ છે.

ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે.રાજકુમારના નામની આજે રાજ્ય સરકાર દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે.હાલના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે.તે પહેલાં રાજ્ય સરકાર દ્વારા નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂક કરવામાં આવી છે.નવા મુખ્ય સચિવ રાજકુમાર અંગે વાત કરવામાં આવે તો 1987 બેચના IAS અધિકારી છે. 2021 સુધી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવી ચૂક્યા છે.રાજકુમાર પાસે ગૃહ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની પણ જવાબદારી હતી.દિલ્હમાં તેઓ સેક્રેટરી ડિફેન્સ પ્રોડક્શનની જવાબદારી નિભાવી હતી.હવે રાજ્ય સરકાર દ્વારા તેમને મુખ્ય સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Share Now