વડોદરાના લેન્ડગ્રેબર સંજય પરમારના વાઈટ હાઉસ પર ચાલ્યું કોર્પોરેશનનું બુલડોઝર : કોર્ટે સ્ટે આપતા કામગીરી સ્થગિત

89

વડોદરા, 15 ફેબ્રુઆરી 2023, બુધવાર : વડોદરાના વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર બનાવી દેવામાં આવેલા “વ્હાઇટ હાઉસ” નામથી જાણીતા વિશાળ બંગલા ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું છે.હાલમાં વ્હાઇટ હાઉસની આસપાસના ગેરકાયદેસર બાંધકામ પર પાલિકાનું બુલ્ડોઝર ફરી વળ્યું છે.સાંજ સુધીમાં વ્હાઇટ હાઉસ પણ ધ્વસ્ત થઇ શકે છે.જેને કારણે ભૂમાફિયાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે.તો બીજી તરફ પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

શું હતો મામલો

ભૂમાફીયા સંજયસિંહ પરમારે વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી 100 કરોડની સરકારી જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી પોતાનો ભવ્ય બંગલો બનાવી દેવામાં આવ્યો હતો.જે બંગલો વ્હાઇટ હાઉસ નામથી જાણીતો હતો.ઉપરાંત બાકીની જમીનમાં ભવ્ય ડુપ્લેક્ષોની સ્કીમ મૂકી હતી.આ અંગે છેલ્લા કેટલાંક સમયથી કાનૂની કાર્યવાહી ચાલતી હતી.આખરે જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પચાવી પાડનાર સંજયસિંહ પરમાર સામે પોલીસ ફરિયાદ કરવા માટે હુકમ કર્યો હતો.અને તે હુકમના આધારે ભૂમાફીયા સંજયસિંહ પરમાર અને તેની પત્ની લક્ષ્મીબહેન સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાંચમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાઇ હતી.

કોની સામે કાર્યવાહી કરવામાં આવી

આ લેન્ડ ગ્રેબીગ ફરિયાદમાં અગાઉ સંજયસિંહ પરમાર સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.તેઓની તપાસમાં સીટી સર્વેમાં નામ દાખલ કરાવવામાં કોર્પોરેશનના કર્મચારીઓએ ફોર્મ F ભરવા માટે વિવિધ ભૂમિકા ભજવી હતી.જેથી ત્રણેય કર્મચારીઓ સોહમ પટેલ,નિર્મલ કંથારીયા અને શનાભાઇ તડવીની ધરપકડ કરવામાં આવી હતી.

નોટીસ બાદ કોઇ અસર ન થઇ

જિલ્લા મહેસુલી વિભાગ દ્વારા સરકારી જમીન ઉપર વ્હાઇટ હાઉસનો બંગલો તોડી પાડવા માટે નોટિસો આપવામાં આવી હતી.નોટિસોની મુદત પૂરી થયા પછી પણ માલિકો દ્વારા બંગલો દૂર કરવામાં ન આવતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વ્હાઇટ હાઉસનું બિલ્ડીંગ જમીન દોસ્ત કરી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સરકાર જમીન લઇ લેશે !

એવી પણ માહિતી મળી છે કે, 15 ફેબ્રુઆરીના રોજ વ્હાઇટ હાઉસ તોડી પડાયા બાદ અન્ય જમીન ઉપર બનાવી દેવામાં આવેલા સ્કીમના મકાનો પણ તોડી પાડવામાં આવશે.જમીન સંપૂર્ણ પણે સરકાર હસ્તક પુનઃ લઇ લેવામાં આવશે.નોંધનીય છે કે, ભૂમાફીયા સંજયસિંહ પરમાર સામે અન્ય સરકારી જમીનના પણ બોગસ દસ્તાવેજો બનાવી કબજો જમાવી દીધો છે.જે અંગે હાલ તપાસ ચાલી રહી છે.આગામી દિવસોમાં અન્ય જમીન કૌંભાડમાં પણ વધુ એક ફરિયાદ નોંધવામાં આવશે.

વડોદરાના વ્હાઇટ હાઉસ તોડવાની કામગીરી પર હાઇકોર્ટનો સ્ટેટ

વાઘોડિયા રોડ વિસ્તારમાં સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ બંગલો તેમજ બાંધકામની સ્કીમના મકાનો તોડી પાડવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન હાઇકોર્ટનો સ્ટેટસકો આવતા કામગીરી રોકી દેવી પડી હતી.વ્હાઇટ હાઉસની કમ્પાઉન્ડ વોલ તેમજ ટેરેસનો ભાગ તોડવાની કામગીરી શરૂ થાય ત્યાં જ કેટલાક લોકોએ સ્થળ પર આવીએ પ્રાંત અધિકારીને હાઇકોર્ટના સ્ટેટસકો હોવાની જાણ કરતા તેમણે સરકારી વકીલ સાથે વાતચીત કરી હતી.હાઇકોર્ટ બપોર અઢી વાગ્યા સુધી સ્ટેટસ કો આપ્યો હોવાની વિગતોને પગલે વહીવટી તંત્રએ બપોરે 12.20 કલાકે તોડફોડની કામગીરી અટકાવી દીધી હતી.

Share Now