તામિલનાડુમાં એક દિવસમાં અધધ. 172.59 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો

274

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા 25 માર્ચથી દેશમાં લોકડાઉન લગાવી દીધું હતું.તે પછીથી સતત તેમાં વધારો થયો છે. લોકડાઉન 3.0 3 મેથી વધારીને 15 મે સુધી વધારાયું છે.લોકડાઉન લાગુ કરાયા પછી જરૂરી વસ્તુઓ માટે દુકાનો છોડીને અન્ય તમામ દુકાનો બંધ રહી. જેમાં દારૂની દુકાનો પણ બંદ હતી.

લોકડાઉન 3.0 દરમિયાન સરકારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી, જેના કારણે દેશભરના દારૂના સ્ટોરો પર ભારે ભીડ જોવા મળી હતી. દારૂની દુકાનો બહાર લાંબી કતારો જોવા મળી હતી.દેશમાં દારુના વેચાણ બાબતે તામિલનાડુથી મળેલા દારૂના વેચાણના આંકડા ચોંકાવનારા છે. તામિલનાડુમાં એક દિવસમાં 172.59 કરોડ રૂપિયાનો દારૂ વેચાય છે.તમિળનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનના જણાવ્યા મુજબ રાજ્યમાં એક જ દિવસમાં 172.59 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ રાજ્યમાં કુલ 5146 દુકાનો પર એક દિવસમાં દારૂનું સરેરાશ વેચાણ રૂ. 70 થી 80 કરોડનું થતું હોય છે પરંતુ એકલા 3750 દુકાનોમાં એક જ દિવસમાં 170 કરોડ રૂપિયાથી વધુની દારૂનું વેચાણ થયું હતું. આ દૈનિક કલેક્શન કરતાં ડબલથી પણ વધારે છે.

કોર્પોરેશનના જણાવ્યા અનુસાર મદુરાઇ ઝોનમાં સૌથી વધુ 46.78 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું છે.દરમિયાન, ત્રિચી ઝોનમાં દારૂની દુકાનનું કલેક્શન 45.67 કરોડ રૂપિયા હતું.આ જ રીતે,સલેમ ઝોનમાં રૂ.41.56 કરોડના દારૂનું તો કોઇમ્બતુર ઝોનમાં રૂ.28.42 કરોડ અને ચેન્નઈ ઝોનમાં રૂ. સૌથી ઓછું 10.16 કરોડ રૂપિયાનું દારૂનું વેચાણ થયું છે.નિગમના જણાવ્યા મુજબ પોંગલ,દિવાળી અને નવા વર્ષ દરમિયાન દારૂનું વેચાણ 120 કરોડથી 200 કરોડની વચ્ચે થતું હોય છે.

લોકડાઉન પછી જ્યારે દુકાનો ફરીથી ખોલવામાં આવી ત્યારે એક જ દિવસમાં 170 કરોડથી વધુનું કલેક્શન થયું છે.દેશના ઘણા ભાગોમાં દારૂની દુકાનોમાં એટલી ભીડ હતી, સામાજિક અંતરના લીરે લીરા ઉડાડી દીધા.જેથી તેને શરૂ કરવાના આદેશ ઉપર ચર્ચા થઈ.ઘણી સરકારોએ માથાદીઠ ખરીદીની મર્યાદા નક્કી કરી,ત્યારબાદ પંજાબે દારૂની ઘરેલુ ડિલિવરી લાવવાની જાહેરાત કરી દીધી.

Share Now