ગુજરાતના કોઇપણ જિલ્લામાં જવા-આવવા માટે હવે મંજુરીની જરૂર નહિ : નીતિન પટેલ

279

ગાંધીનગર તા. ૧૯ : રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં કોઇપણ વ્યકતી કન્ટેનમેન્ટ સિવાયના વિસ્તારમાં અગર શહેરમાં અવર-જવર કરી શકશે.ઉપરાંત તેમણે જણાવ્યું કે હવે રાજયમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઇ શકાશે.આમા કોઇપણ પ્રકારની મંજૂરી કે પાસ કઢાવવાનો રહેશે નહિં.

આજે બે માસનો સમય થવા આવ્યો છે ત્યારે ધીરે ધીરે બજારો ખોલવાનો રાજય સરકારે નિર્ણય જાહેર કર્યો છે.રાજયમાં નાના-મોટા ઉદ્યોગ ખૂબ જ સારી રીતે શરૂ થયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનાથી લોકડાઉનના કારણે ખાસ મંજૂરી સિવાઇના વિસ્તારમાં જવાની કોઇને મંજૂરી નહોતી. કોઇપણ જિલ્લામાં ફસાયેલા લોકોન પોતાના જિલ્લામાં જવા માટેના માર્ગ હવે મોકળો થયો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવેલકે રાજય સરકાર શરૂઆતથી જ કોરોનાની મહામારી સામે સજ્જ છે.આજથી લોકડાઉન સાવ હળવુ થતા લોકો ખુશ છે. સરકારે કોરોના સામે લડવાની તૈયારી વધારી છે.મહેતા હોસ્પિટલમાં બે માળની બેડ અને જિલ્લાવાર હોસ્પિટલો તૈયાર રાખવામાં આવી છે.સરકારે જરૂરીયાત મુજબ બધા પગલા લેશે. સરકાર કાળજી રાખે તે જરૂરી છે.

Share Now