ઝોમેટોની આવક 2019-20માં વધીને 2,950 કરોડ રૂપિયા રહી

255

બેંગાલુરૂ: ઓનલાઈન ફૂડ ડિલીવરીને પ્લેટફોર્મ પૂરું પાડતી ઝોમેટોની આવક ગયા નાણાંકીય વર્ષ 2019-20માં 2018-19ના મુકાબલે બમણી થઈને 39.4 મિલિયન ડોલર (આશરે 2,960 કરોડ રૂપિયા) રહી છે.ઝોમેટોએ શુક્રવારે પોતાના પ્રદર્શનના અહેવાલમાં આ વાત કરી હતી. અગાઉના નાણાકીય વર્ષમાં વ્યાજ,કર, અવમૂલ્યન અને એમોર્ટાઈજેશન (ઇબીઆઇટીડીએ) પહેલાની કમાણી મામલે ગયા વર્ષે કંપનીને આશરે 2,200 કરોડનું નુકસાન થયું હતું.નાણાકીય વર્ષ 2018-19માં કંપનીની આવક 1,440 કરોડ રૂપિયા હતી જ્યારે EBITDAનું નુકસાન 2,080 કરોડ રૂપિયા હતું.ઝોમેટોએ કહ્યું કે તેમનો મુખ્ય ધ્યેય ધંધાને નફામાં લઈ જવાનો છે અને તેણે આ બાબતમાં સારી પ્રગતિ કરી છે.

Share Now