ન્યૂયોર્ક : ફ્યુચર ગ્રુપને લઈને વિશ્વના નંબર-વન શ્રીમંત જેફ બેઝોસ અને 6ઠ્ઠા નંબરના શ્રીમંત મુકેશ અંબાણી વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે.વળી કાનૂની તકરાર એ તો માત્ર દેખાડો છે.તો શું બેઝોસ અને મુકેશ અંબાણી ભારતની એક અબજથી પણ વધારે ગ્રાહક-બજાર પર વર્ચસ્વ જમાવવા માટે એકમેક સામે લડી રહ્યા છે?
આ લડાઈ દેવાંના ભાર હેઠળ દબાઈ ગયેલા સ્થાનિક રિટેલર ફ્યુચર ગ્રુપની સંપત્તિને હાંસલ કરવા માટે ભારતીય બિઝનેસ માંધાતા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગયા ઓગસ્ટમાં કરેલા 3.4 અબજ ડોલરના સોદાને લઈને થઈ રહી છે.બેઝોસની એમેઝોન.કોમ ઇન્ક. આ સોદો પાર ન પડે એ માટે પ્રયાસો કરી રહી છે અને કંપનીએ મધ્યસ્થતા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા છે.
આશા તો એવી હતી આ બંને અબજોપતિ સાથે મળીને કામ કરશે.સપ્ટેમ્બરમાં અંબાણીએ એમેઝોનને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.માં 40 ટકા હિસ્સો ખરીદવાનો વિકલ્પ આપ્યો હતો – જેમ આ વર્ષના પ્રારંભે રિલાયન્સ તેના ડિજિટલ પ્લેટફોર્મ પર ફેસબુક ઇન્ક. અને આલ્ફાબેટ ઇન્ક.ને ભાગીદારના રૂપમાં લાવવામાં સફળ રહી હતી.
જોકે ફ્યુચર ખરીદવાના અંબાણીના પ્રયાસોને રોકીને બેઝોસે સંકેત આપ્યા છે કે એ આ સોદામાં પ્રતિસ્પર્ધી બની રહેશે.
એમેઝોને ગયા વર્ષે કિશોર બિયાનીની માલિકીની રિટેલ વેચાણની અગ્રણી ખાનગી કંપનીમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ રોકાણને અમેરિકાની ઈ-કોમર્સ દિગ્ગજને ત્રીજા વર્ષથી બિઝનેસ કરતી ફ્યુચર રિટેલ લિ.માં બિયાનીના શેરોને હસ્તગત કરવા માટે મંજૂરી આપી હતી. આમાં બેઝોસની શરત હતી કે બિયાની એમની સંપત્તિ – દેશભરમાં 1500 સ્ટોર્સ – દેશમાં સૌથી મોટી રિટેલ ચેઇનનું સંચાલન રિલાયન્સ સહિતની પ્રતિબંધક વ્યક્તિઓને નહીં વેચે.
જોકે ફ્યુચર-રિલાયન્સ સોદાની જાહેરાત પછી એમેઝોને સિંગાપોરની એક કોર્ટમાં કરારનું ઉલ્લંઘન કરવા બદલ વચગાળાનો મનાઈહુકમ મેળવ્યો હતો.અમેરિકી કંપનીએ ત્યારે ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જો અને રેગ્યુલેટરને આ સોદાને મંજૂરી નહીં આપવા માટે એક પત્ર લખ્યો હતો.
જોકે ફ્યુચર રિટેલે એમ કહેતાં આ એમેઝોનને પડકાર ફેંક્યો હતો કે સિંગાપોરની સત્તાનો ભારતમાં કોઈ કાનૂની આધાર નથી અને એ ફાઉન્ડર્સના એગ્રીમેન્ટમાંમાં એક પક્ષકાર નથી. કોવિડ-19ના રોગચાળા દરમ્યાન રિટેલરનું કહેવું હતુ કે એ રિલાયન્સને સંપત્તિ વેચીને બધા સ્ટેકકહોલ્ડરો માટે યોગ્ય કામ કરી રહી છે. ફ્યુચર રિટેલે દલીલ કરી હતી કે એમેઝોનનો 19 લાખ ડોલર + વ્યાજના દાવા માટેની જવાબદારી જો આર્બિટ્રેટરને આપવામાં આવે તો એ બિયાનીની ખાનગી જવાબદારી રહેવી જોઈએ.
જોકે બિયાની (અંબાણી-બેઝોસની) આ મોટી લડાઈમાં માત્ર એક મહોરું છે.ફ્યુચર ગ્રુપની રોકડખેંચ એકાએક ઊભી નથી થઈ.એમેઝોનને રિટેલ ચેઇનના વિદેશી માલિકીના હક મેળવવાના ભારતના કાયદાકીય નિયંત્રણોથી તક હતી, પણ એમ થયું નથી.
એમેઝોનને હજી પણ અંબાણી સાથે યોગ્ય કિંમતે ભાગીદારી કરવામાં રસ હોવાની શક્યતા છે.એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટે ગયા મહિને એન્યુઅલ ફેસ્ટિવલ સીઝનના પહેલા બે દિવસોમાં રેકોર્ડ વેચાણ કર્યું હતું, જ્યારે રિલાયન્સ રિટેલની આવક સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 30 ટકા વધી હતી.