વોટ્સએપ દ્વારા પણ કરી શકાશે હવે પૈસા ટ્રાન્સફર , જાણો કઈ રીતે

32

હાલ વોટ્સએપ નવા નવા ફીચર લાવી રહ્યું છે ત્યારે હવે તમે દેશમાં વોટ્સએપ દ્વારા પૈસા પણ ટ્રાન્સફર કરી શકશો.ખરેખર વોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત ચુકવણી સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.રિપોર્ટ અનુસાર,નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વ્હોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત સિસ્ટમો શરૂ કરવાની મંજૂરી આપી છે.

વોટ્સએપે આ વર્ષે જૂનમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.પરંતુ ફક્ત થોડા વપરાશકર્તાઓને આ સુવિધાનો ઉપયોગ કરવાની તક મળી છે.જો કે,હજી પણ NPCIએ ફક્ત મર્યાદિત સંખ્યામાં જ વોટ્સએપ પર નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે.પરંતુ હવે કંપની તેનો અવકાશ વધારી શકે છે.

NPCIએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે,પેમેન્ટ સિસ્ટમ માટે વોટ્સએપને મંજૂરી આપવામાં આવી છે.ખરેખર વોટ્સએપ પણ ફક્ત આ મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું,કારણ કે તે પહેલાથી જ તેનું પરીક્ષણ કરી ચૂક્યું છે.હવે ટૂંક સમયમાં જ પેમેન્ટનો વિકલ્પ વોટ્સએપ પર આવી શકે છે.

વોટ્સએપમાં પેમેન્ટ સેવા શરૂ કર્યા પછી, વોટ્સએપે તેના વિશે માહિતી આપવા માટે એક બ્લોગ લખ્યો હતો જેમાં લખ્યું હતું કે.આ સેવા હાલમાં મફત છે પરંતુ વેપારીઓને પૈસા મેળવવા માટે ૩.૯૯ ટકા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.આ સુવિધાની મદદથી,વપરાશકર્તાઓ ૬-અંકના પિન અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકશે.તેનો ઉપયોગ કરવા માટે,વપરાશકર્તાએ તેના વોટ્સએપ એકાઉન્ટને વિઝા અથવા માસ્ટરકાર્ડના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સાથે જોડવું પડશે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here