24 કલાકમાં કોરોના 46232ને ‘અડી’ ગયો, 564ને ‘ભરખી’ ગયો

55

નવીદિલ્હી, તા.21 : દેશમાં કોરોના વાયરસના દરરોજ મળી રહેલા કેસમાં વધારો યથાવત જ છે.છેલ્લા 24 કલાકમાં 46232 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા 90 લાખથી વધી જવા પામી છે.રાહતની વાત એ છે કે સક્રિય દર્દીઓની સંખ્યા સતત પાંચ લાખથી નીચે યથવશત છે તો કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 84 લાખને પાર કરી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46232 નવા કેસ નોંધાયા છે.આ દરમિયાન દેશમાં 564 દર્દીઓએ દમ તોડી દીધો છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 90,50,598 થવા પામી છે.મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં વાયરસને માત આપનારા દર્દીઓની કુલ સંખ્યા 84,78,124 થઈ ગઈ છે.પાછલા 24 કલાકમાં 49715 દર્દી કોરોના વાયરસમાંથી મુક્ત થઈને ઘેર પરત ફર્યા છે.બીજી બાજુ દેશમાં કોરોનાથી સક્રિય દર્દીઓની સંખ્યા 4,39,747 થઈ છે.આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધીમાં 1,32,726 લોકોના મોત નિપજ્યા છે.

આઈસીએમઆરએ જણાવ્યું કે 20 નવેમ્બર સુધીમાં 13,06,57,808 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જ્યારે એક જ દિવસમાં 10,66,022 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here