અદાણી પોર્ટસ દ્વારા 10 વર્ષના બુલેટ $50 કરોડ એકઠા કરાયા

316

અમદાવાદ : વિવિધ બિઝનેસ ધરાવતા અદાણી ગ્રુપની પોર્ટસ એન્ડ લોજીસ્ટીક કંપની અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (‘APSEZ’) તા.26 જાન્યુઆરી, 2021ના રોજ સફળતાપૂર્વક 10 વર્ષની ગાળાના બુલેટ સિનિયર અનસિક્યોર્ડ 500 મિલિયન યુએસ ડોલર નોટ 3.10 ટકાની ફીક્સ કૂપનથી એકઠા કર્યા છે.આ ઓફરને અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થયો છે.આ ઓફરને વિવિધ બજારો અને ભૌગોલિક વિસ્તારોના મોટા રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે.આ કારણે ઓર્ડર બુક 6 ગણી બીલ્ડ થઈ હતી અને આ વ્યાપને કારણે ફેર વેલ્યુ ધરાવતું પ્રાઈસીંગ થઈ શક્યું હતું. ચાલુ નાણાંકિય વર્ષમાં એપીએસઈઝેડ દ્વારા આ બીજી અને અદાણી ગ્રુપની પોર્ટ વર્ટિકલ કંપની માટે આ ત્રીજી ઓફર હતી અને આ રીતે 1.50 અબજ ડોલરથી વધુ રકમ ઓફર કરાઈ હતી.એપીએસઈઝેડના હોલટાઈમ ડિરેક્ટર શ્રી કરણ અદાણી જણાવે છે કે ‘વર્તમાન ઓફર એ અમારા કેપિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામનો એક હિસ્સો છે કે જેનો ઉદ્દેશ ડેબ્ટ મેચ્યોરિટી લંબાવવાનો અને મેચ્યોરિટી પહેલાં અગાઉથી ડેબ્ટ રિફાયનાન્સ કરવાનો હતો.મજબૂત વૈશ્વિક માંગને કારણે અમે એપીએસઈઝેડના ઈતિહાસમાં અત્યંત સ્પર્ધાત્મક કિંમતે આ ઓફર રજૂ કરી શક્યા છીએ.’

Share Now