પંચમમહાલ કોપરેજ ગામે પ્રેમીએ અનેકવાર શરીર સુખ માણી છોડી દઈ અને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીએ આપઘાત કર્યો

257

– પ્રેમીએ અનેકવાર શરીર સુખ માણી છોડી દઈ અને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું
– કાલોલ પોલીસે પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પંચમહાલ : કોલેજમાં ભણતા સમયે ક્યારેક યુવક-યુવતીઓ પ્રેમના રવાડે ચઢી જાય છે.ત્યારે તેમના માથા પર પ્રેમનું ધૂત એવું સવાર થઈ જાય છે કે ક્યારેય ન કરવાનું કરી બેસે છે.ત્યારે હાલોલની કોલેજની વિદ્યાર્થીનીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે.કોપરેજ ગામની યુવતીએ સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતુ મૂકીને મોતને વ્હાલુ કર્યું છે. યુવતીના આત્મહત્યા (suicide) પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખીને મોતને વ્હાલુ કર્યું છે.

યુવતી પરમદિવસથી ગુમ હતી,આખરે કેનાલમાં લાશ મળી

પ્રાપ્ત માહિતી અનુસાર,હાલોલના કોપરેજ ગામની વિદ્યાર્થીનીએ સ્યૂસાઈડ નોટ લખીને કેનાલમાં પડતું મૂક્યું છે.કાલોલના શક્તિપૂરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી છે.કોપરેજ ગામની હેતલબેન સુરેન્દ્રસિંહ પરમાર નામની 20 વર્ષીય કોલેજિયન વિદ્યાર્થીની લાશ શક્તિપુરા કેનાલ પાસે મળી આવી છે.આ વિદ્યાર્થીની પરમ દિવસથી ગુમ હતી. ત્યારે ગામના જ તેની આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

વોટ્સએપ ગ્રૂપમાં યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ મૂકી હતી

વિદ્યાર્થીની એમએન્ડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી.થોડા સમય પહેલા તેની ઈન્ટર્નશિપ માટે તે બહાર ગઈ હતી.વિદ્યાર્થીનીને ગામના જ યુવક સાથે પ્રેમ સંબંધ હતો.તે જ્યારે ઈન્ટર્નશિપ કરીને વતનમાં આવી ત્યારે તેના પ્રેમીને બીજી કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેવું તેને લાગ્યું. પ્રેમીએ તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા.તેથી પ્રેમમાં દગો થતા હેતલને લાગી આવ્યું હતું અને તેને કેનાલમાં પડતુ મૂક્યું હતું.યુવતીએ સાત પાનાની સ્યૂસાઈડ નોટ લખી માતાપિતાને સઘળી હકીકતથી વાકેફ કર્યા હતા.પ્રેમીએ અનેકવાર શરીર સુખ માણી છોડી દઈ અને મોબાઈલ નંબર પણ બ્લોક કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું.તેણે એક વોટ્સએપ ગ્રૂપમાં સાત પાનાની સ્યૂસાઈડ નોટ મૂકી હતી.જેમાં તેણે પોતાના પ્રેમપ્રકરણની તમામ માહિતી લખી છે.કાલોલ પોલીસે પ્રેમી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Now