નુસરતનો હોટ અંદાજ : પ્રેગ્નન્સી દરમિયાન સ્વિમિંગ પૂલમાં એક્ટ્રેસે પોઝ આપ્યા, વીડિયો શેર કરતાં લખ્યું, ‘નો રિસ્ક, નો સ્ટોરી’

142

– નુસરત જહાંએ સ્વિમિંગ પૂલમાં હોટ અંદાજમાં પોઝ આપતો વીડિયો શેર કર્યો
થોડા સમય પહેલાં જ નુસરત ફ્રેન્ડની પાર્ટીમાં બેબી બમ્પ સાથે જોવા મળી હતી

TMC સાંસદ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ નુસરત જહાં આજકાલ ચર્ચામાં છે.નુસરત હાલમાં પોતાની પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં છે.થોડા સમય પહેલાં જ નુસરત ફ્રેન્ડની પાર્ટીમાં બેબી બમ્પ સાથે જોવા મળી હતી,પરંતુ દુનિયાની પરવા કર્યા વગર પોતાની ધૂનમાં મસ્ત નુસરત જહાં આ સમયને એન્જોય કરી રહી છે.તેનો એક વીડિયો સામે આવ્યો છે,જેમાં તે સ્વિમિંગ પૂલમાં હોટ અંદાજમાં જોવા મળી રહી છે.

આ વીડિયોમાં નુસરત હેવી મેકઅપ સાથે સ્વિમિંગ પૂલમાં પોઝ આપી રહી છે.તેનો આ અંદાજ જોઈને કોઈપણ તેનાં વખાણ કર્યાં વગર રહી શકે એમ નથી.બ્લેક એન્ડ બ્લુ ડ્રેસમાં તે પાણીમાં આગ લગાવી રહી છે.

આ વીડિયોને શેર કરતાં નુસરતે કેપ્શનમાં લખ્યું છે, ‘નો રિસ્ક, નો સ્ટોરી.’ નુસરતે આ વીડિયોને શેર કરીને એક વખત ફરીથી સાબિત કરી દીધું છે કે તેનાં લગ્ન,અફેર અને પ્રેગ્નન્સી પર લોકોને જે વાતો કરવી હોય એ કરે,તેને કોઈ ફરક નથી પડતો.

19 જૂનના રોજ નુસરત અને નિખિલના લગ્નની વર્ષગાંઠ હતી,લગ્નના બીજા વર્ષે બંને સાથે નથી. 19 જૂન 2019ના રોજ બંનેએ તુર્કીના બોડરમ સિટીમાં સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન રીત-રિવાજ પ્રમાણે થયા હતા.નુસરત અને નિખિલના રિસેપ્શનનું આયોજન કોલકાતાની આઈટીસી રોયલ હોટલમાં કરવામાં આવ્યું હતું.જ્યાં રાજકારણ અને ફિલ્મી દુનિયા સહિત ઘણી મોટી હસ્તીઓ સામેલ હતી.

નુસરત પ્રેગ્નન્ટ છે અને તેના પતિ નિખિલે સ્પષ્ટ કર્યું છે કે તે આ બાળકનો પિતા નથી, લાંબા સમયથી નુસરત અને તે અલગ રહે છે.નુસરતે તો પોતાના લગ્નને લિન-ઈન-રિલેશનશિપ ગણાવ્યા છે.રિપોર્ટ્સના અનુસાર,અત્યારે નુસરત બંગાળી એક્ટર યશદાસ ગુપ્તાની સાથે રિલેશનશિપમાં છે.

Share Now