આવકવેરા વિભાગના દરોડામાં પશ્ચિમ બંગાળના મેન્યુફેક્ચરિંગ ગ્રુપની 700 કરોડની નાણાકીય ગેરરીતિ પકડાઇ

29

– આવકવેરા વિભાગે દરોડા પાડી કરચોરી પકડી
-M 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત : કોલકાતા, દુર્ગાપુર, આસનસોલ અને પુરૂલિયા સહિત કુલ 25 સંકુલોમાં દરોડા

નવી દિલ્હી : આવકવેરા વિભાગે પશ્રિમ બંગાળ સિૃથત સ્ટીલ પ્રોડક્ટ મેન્યુફેકચરિંગ ગુ્રપમાં દરોડા પાડીને 700 કરોડ રૂપિયાની નાણાકીય અનિયમિતા પકડી પાડી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.આવકવેરા વિભાગે કોલકાતા,દુર્ગાપુર, અસનસોલ અને પુરૂલિયામાં પ્રમોટરોના ઘર,કંપનીની ઓફિસો,ફેક્ટરીઓ સહિતના કુલ 25 સંકુલોમાં દરોડા પાડયા હતાં.

જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પરથી પુરવાર થાય છે કે આ ગુ્રપે બિનહિસાબી રોકડ વેચાણ, બિનહિસાબી રોકડ ખર્ચ,બોગસ પાર્ટી પાસેથી ખરીદી,વાસ્તવિક ઉત્પાદન છુપાવીને,ભંગારની રોકડ ખરીદી દ્વારા બિનહિસાબી આવકનું સર્જન કર્યુ હતું.આ ઉપરાંત જમીનની ખરીદી અને વેચાણના પણ કેટલાક દસ્તાવેજ મળી આવ્યા હતાં.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે અનસિકેર્ડ લોેન અને શેલ કંપનીઓના શેરોના વેચાણ દ્વારા સર્જન કરવામાં આવેલી બિનહિસાબી આવકના પણ પુરાવા મળી આવ્યા છે.આ ઉપરાંત અલગ અલગ નામે ખરીદવામાં આવેલ જમીન અને પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ મળી આવી છે.જો કે હજુ બે લોકરોની તપાસ કરવાની બાકી છે.

બેંક ખાતામાંથી ગેરકાયદે નાણા ટ્રાન્સફર કરનાર એક એન્ટ્રી ઓેપરેટરને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.આ એન્ટ્રી ઓપરેટર ની ઓફિસમાંથી કુલ 200 કંપનીઓના 200થી વધુ બેંક ખાતાઓ મેનેજ કરવામાં આવતા હતાં.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નાણા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.

Share Now