Big Breaking : શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી

231

મુંબઈ : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે જે બોલીવુડ સુપરસ્ટાર માટે મોટા ઝટકા સમાન છે.સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે.ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પર 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.

અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.કોર્ટે ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવવા દરમિયાન શાહરૂખ ખાનના દીકરાની જામીન અરજીને નકારી દીધી હતી.ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનની જામીન અરજીને છેલ્લા કેટલાક દિવસોથી આગલી તારીખ પર ધકેલવામાં આવી રહી હતી.ગત 14 ઓક્ટોબરના રોજ સેશન્સ કોર્ટમાં જજે વકીલોની દલીલ સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ બધા વચ્ચે એક સ્ફોટક વાત સામે આવી છે.જાણવા મળ્યા મુજબ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે બોલિવુડની એક ઉભરતી અભિનેત્રી સાથેની ચેટ પણ એનસીબીને હાથ લાગી છે.તે ચેટ્સમાં નશા અંગે વાતચીત થઈ રહી હતી.કોર્ટમાં દલીલ દરમિયાન એનસીબીની ટીમે આરોપીઓની જે ચેટ્સ કોર્ટને સોંપી છે તેમાં આર્યન સાથે આ અભિનેત્રીની ચેટ્સ પણ સામેલ છે.તે સિવાય આર્યનની કેટલાક ડ્રગ પેડલર્સ સાથેની ચેટ્સ પણ કોર્ટને સોંપવામાં આવી હતી.

બંને પક્ષની દલીલો

એનસીબીના કહેવા પ્રમાણે આર્યન ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન ધરાવે છે.આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થાય તે જરૂરી છે.આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્સ લેતો હતો.આ તરફ આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી છે.તેમના કહેવા પ્રમાણે આર્યન પાસેથી કોઈ જ ડ્રગ્સ નથી મળી આવ્યું.તે સિવાય એનસીબીને કોઈ રોકડ પણ નથી મળી.જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવેલો તેની ધરપકડ નથી થઈ.આર્યનને મુનમુન ધમેચા સાથે કોઈ જ કનેક્શન નથી.

Share Now