લો બોલો ! ટપાલના ટેમ્પામાં પણ દારૂની ખેપ : અંકલેશ્વર હાઈવે પાસે ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

250

– 7.56 લાખના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ,એક વોન્ટેડ

ભરૂચ : અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો સુરત તરફથી આવી રહ્યો છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેની તલાસી લીધી હતી.ટેમ્પો માંથી વિપુલ પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 7.56લાખના મુદ્દામાલ સાથે બે લોકોને પકડી પાડ્યા છે.જ્યારે એક શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર શહેર પોલીસને આઈસર ટેમ્પો ભરી દારૂ સુરત તરફથી લવાતો હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે અંકલેશ્વર ડી.વાય.એસ.પી ચીરાગ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર પી.એસ. ગઢવી,પોલીસ સબ ઈન્સપેક્ટર એન.એન. નીનામા,પોલીસ સબ ઈન્સપેક્ટ એસ.આર. વાંઝા તેમજ સ્ટાફના માણસોએ ને.હા. નં-8 પર વોચ ગોઠવી હતી.મળેલી બાતમી મુજબ ટેમ્પો નંબર જીજે 24 એક્સ 2679નો ને.હા.નં – 48 તરફથી આવ્યો હતો.પોલીસે તેને કોર્ડન કરી તપાસ કરતાં 432 નંગ વ્હીસ્કી, 130 નંગ બિયરના ટીન મળી 56200 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.પોલીસે ટેમ્પોમાં બેઠેલા ફિરોજખાન ફરીદખાન પઠાણ અને મયુદ્દીન કરામત અલી ફકીકર બંને રહે જમાલપુરા અમદાવાદનાઓને ઝડપી પાડ્યા હતાં.પોલીસે એક મોબાઈલ,ટેમ્પો અને દારૂનો જથ્થો મળી 7,56,700 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ઉપરાંત અંકલેશ્વરના લખન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ ઈન્સપેકટર પી.એસ. ગઢવી સાથે થયેલી વાતચીત મુજબ તેમણે જણાવ્યુ હતું કે, આ ટેમ્પો કુરીયર સર્વિસ માટે વપરાય છે.ડ્રાઈવરે આર્થિક લોભ માટે અને આ કુરિયરનો ટેમ્પો હોવાથી પોલીસ ચેક નહી કરે તેવુ સમજી દારૂનો જથ્થો ભર્યો હતો. પરંતુ પોલીસે એક અઠવાડિયા સુધી વોચ રાખી હતી.અંતે જ્યારે બરાબર પકડાય જાય તેવો મોકો મળતા પોલીસે ટેમ્પાને પકડી પાડ્યો હતો.

Share Now