બારડોલીના નાંદીડા ખાતે આવેલા સરદાર પટેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં પડી જવાથી યુવકનું મોત

111

બારડોલી : બારડોલી તાલુકાના નાંદીડા ગામે આવેલી સરદાર પટેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં બાથરૂમમાં પડી જવાથી યુવકનું મોત નીપજયું હતું.પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો.આ અંગે બારડોલી ટાઉન પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાનાં જેતપુર ગામે રહેતા અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગરમાં રહેતા સચિન રતનસિંગ પરદેશી(ઉ.વર્ષ 41)નશાની ટેવ વાળો હોવાથી નશો છોડાવવા માટે છેલ્લા છએક મહિના પહેલા નાંદીડા સરદાર પટેલ વ્યસન મુક્તિ કેન્દ્ર બારડોલી ખાતે સારવાર ચાલતી હતી.બુધવારના રોજ સવારે 6 વાગ્યાની આસપાસ બાથરૂમ ગયો હતો.ત્યારે તે અચાનક નીચે પડી જતાં તેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બારડોલી ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહનો કબ્જો પરિવારજનોને સોંપ્યો હતો.પોલીસે મૃતકના ભાઈ સંતોષ રતન સિંગ પરદેશી(ઉ.વર્ષ 38)ની ફરિયાદને આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વધુ તપાસ બાબેનબીટના જમાદાર અર્જુનભાઈ ધનસુખભાઈ કરી રહ્યા છે.

Share Now