ગોથાણની અંજની ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રીટ કર્યા વીના ખાડીમાં પાણી છોડાય છે

90

સુરત : સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામ નજીકની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીધુ ઝેરી કેમિકલ યુકત પાણી છોડી રહ્યા હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવાની ગ્રામજનોમાંથી માંગ ઉઠી છે.ઓલપાડ તાલુકાના આજુબાજુના ગામોમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો આવ્યા છે.જેમાં સાયણ નજીકના ગોથાણ ગામ પાસે અંજલી ઇન્ડસ્ટ્રીઝ આવી છે.આ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે વિંવિગ તેમજ જેટ મશીનો સહિતના કારખાનાઓ આવ્યા છે.

આ કારખાનેદારો દ્વારા પાણી ઉપયોગમાં લેવાયા બાદ ટ્રીટમેન્ટ કરીને નજીકની ખાડીમાં છોડવાનું હોય છે.પરંતુ ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધેસીધુ પાણી ખાડીમાં છોડી દેવાતા ખાડીનો કલર જ બદલાઇ ગયો છે.સાથે જ અસહય દુર્ગધ પણ આવે છે.આજુબાજુના રહીશોનું જીવવુ દોજખભર્યુ બની ગયુ છે.ટ્રીટમેન્ટ કર્યા વગર સીધેસીધુ પાણી ખાડીમાં છોડી દેવાતા ખેતીપાકને પણ ગંભીર નુકસાન થઇ રહ્યુ છે.અને જીવસૃષ્ટિ તેમજ ઢોરઢાખરોને પણ પાણી પાઇ નહીં શકાય તેટલુ ગંદુ આવી રહ્યુ હોવાથી આ ઇન્ડસ્ટ્રીઝના એકમો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Share Now