વરસાદ બાદ ખાડા પૂરવા હવે 509 કરોડ ખર્ચાશે, સરકારે કરી જાહેરાત

91

– રાજ્યમાં હાલ વિવિધ જિલ્લાઓમાં કુલ 5,790 કિમી લંબાઈના રસ્તાઓના આશરે 5,986 કરોડ રૂપિયાના કામો પ્રગતિમાં

ગાંધીનગર, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર : મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોના રિસર્ફેસીંગ કામો માટે 508.64 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મંજૂરી આપી છે.રાજ્યમાં આ વર્ષે વરસાદના કારણે 98 રસ્તાઓના કુલ 756 કિમી લંબાઈ ધરાવતા વિસ્તારને અસર થઈ છે.આ રસ્તાઓના રિસર્ફેસીંગ માટે માર્ગ-મકાન વિભાગને ફાળવવામાં આવેલી રકમમાંથી કામગીરી હાથ ધરવામાં આવશે.રાજ્યમાં હાલ વિવિધ જિલ્લાઓમાં કુલ 5,790 કિમી લંબાઈના રસ્તાઓના આશરે 5,986 કરોડ રૂપિયાના કામો પ્રગતિમાં છે.તે સિવાય 2,763 કિમી લંબાઈના રસ્તાઓ માટે રૂપિયા 1,762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા અંતર્ગત છે અને તે ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ તેમજ સંગીન બનાવવા માટે આ કામગીરી ચાલી રહી છે.

Share Now