ગુજરાતની ચૂંટણીમાં 1990 બાદ ફરી એલ વખત ત્રિપાંખીયો જંગ ખેલાશે, જાણો વિગતવાર

67

– BJP અને JDU ની સરકાર બની હતી
– આપ દિલ્હી,કોંગ્રેસ રાજસ્થાન અને ભાજપ ગુજરાત મોડલને લઈ ચૂંટણી મેદાનમાં

ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વિધાનસભાની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ આ વખતે ખેલાશે. વર્ષ 1990 માં કોંગ્રેસ,ભાજપ અને જેડીયું વચ્ચે ચૂંટણી જંગમાં ભાજપ જેડીયુએ સરકાર રચી હતી.રાજ્યમાં 32 વર્ષ બાદ ત્રિપાંખિયા જંગથી ચૂંટણી રસાકસીવાળી બની રહેશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.રાજયમાં તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે.રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ખુબ વધી ગયા છે.આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત ભાજપના ટોચના નેતાઓ પણ ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે.રાજયમાં 32 વર્ષ બાદ ફરી એકવાર ત્રિપાંખિયો જંગ જામશે.આ વખતે ગુજરાતમાં ચૂંટણીમાં રસાકસી જોવા મળી શકે છે.એક બાજુ આમ આદમી પાર્ટી મફત રેવડીની જાહેરાત એ પણ ગેરંટી સાથે કરી રહ્યા છે, આ મામલે કોંગ્રેસ પણ વચન આપ્‍યા છે અને લ્‍હાણીની મસમોટી જાહેરાતો કરી છે.ભાજપ પણ હાલ વિકાસલક્ષી કાર્યોના કામ અને ગ્રાન્‍ટ મંજૂર કરીને ઇન્‍કબેકસીથી બચવા સતત પ્રયત્‍ન કરી રહી છે.

આપની 300 યુનિટ વીજળી ફ્રીની જાહેરાત મતદારોને આકર્ષિત કરી રહી છે.જયારે કોંગ્રેસ ખેડૂતોના દેવા સહિત જૂની પેન્‍શન યોજના સહિતના 8 વચનો આપ્‍યા છે.આ વચનો પણ મતદારો વિચારી રહ્યા છે.ગુજરાત ભાજપનો ગઢ છે એટલે અહીંયા ભાજપ આત્‍મવિશ્વાસ સાથે મજબૂત છે.કારણ કે નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતા ટોચ પર છે.છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે, વર્ષ 1990 બાદ ફરી એકવાર ત્રિપાંખિયો જંગ જામશે,આમ આદમીની પાર્ટી રાજકીય સમીકરણ બદલી શકે છે.

આ ઉપરાંત અસદ ઓવૈસીની પાર્ટી AIMIM મુસ્‍લિમ મતોનું ધ્રુવીકરણ કરશે એ વાત તો નક્કી છે જેનો સીધો ફાયદો ભાજપને થશે.આ AIMIM રાજયની 65 બેઠકો પર ચૂંટણી લડશે.વર્ષ 1990 ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ,ભાજપ અને કોંગ્રેસ આમને-સામને હતા.ત્રણેય પક્ષોમાં કોંગ્રેસે સૌથી ઓછી 33 બેઠકો જીતી હતી. કોઈ પણ પક્ષને સ્‍પષ્ટ બહુમતી મળી ન હતી.જનતા દળને 70 અને ભાજપને 67 બેઠકો મળી હતી.ત્‍યારે ગુજરાતમાં જેડીયુ-બીજેપીની સરકાર બની હતી.

Share Now