જિલ્લા LCB ની ટીમે પુષ્પા ફિલ્મ સ્ટાઇલમાં લઇ વિદેશી દારૂ ઝડપી પાડ્યો

86

– પલસાણામાંથી LCB એ 40.86 લાખના વિદેશી દારૂ ભરેલું ગેસનું ટેન્કર ઝડપી પાડ્યુ ટેન્કરમાં ગોવાથી દારૂ ભરી વડોદરા લઈ જવાતો હોવાનું ખુલ્યું બહારથી ગેસનું લાગતું ટેન્કરની અંદરથી વિવિધ બ્રાન્ડની 40,560 બોટલ દારૂની મળી આવી

પલસાણા : સુરત જિલ્લા LCB પી.આઈ.એ બાતમી આધારે પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતુ.ખાલી LPG ગેસના ટેન્કરની અંદરથી પોલીસે હજારોની સંખ્યામાં દારૂની પેટીઓ કબ્જે લીધી પોલીસે ટેન્કર અને વિદેશી મળી કુલ 47,68,700 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો​​​​​​​ હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. બી.ડી.શાહ સહિતના એલ.સી.બી શાખા સુરત ગ્રામ્યના કર્મચારીઓને ખાનગી બાતમીદાર થકી બાતમી મળી હતી કે, એક સફેદ કલરના નંબર વગરના એચ.પી ગેસના ટેન્કરનો ચાલક તથા ક્લીનર પોતાના કબ્જાના ટેન્કરમાં મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો ભરી મુંબઈથી અમદાવાદ જતા ને.હા નં-48 ઉપર અમદાવાદ તરફ જનાર છે.અને હાલમાં ટેન્કર નવસારી પસાર થનાર છે.તેવી ચોકકસ બાતમી મળતા LCB પોલીસની ટીમે માખીંગા ગામે ને.હા.નં-૪૮ ઉપર વોચ ગોઠવી નંબર વગરના એચ.પી. ગેસ લખેલ ટેન્કરને થોભાવ્યુ હતુ.પ્રથમ તો ટેન્કર ચાલકે ગેસ ભરેલું ટેન્કર કહ્યું હતુ.જોકે પોલીસને ચોક્કસ બાતમી હોવાથી ચેક કરતા ટેન્કરની અંદરથી પુસ્પા ફિલ્મની સ્ટાઇલમાં લઈ જવાતી હજારોની સંખ્યામાં વિદેશીની પેટીઓ મળી આવી હતી.પોલીસે ટેન્કરમાંથી કુલ 40,560 નંગ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબ્જે લીધી હતી. પોલીસે ટેન્કર તેમજ દારૂ મળી કુલ 47,68,700/-ની કિંમતની મુદ્દામાલ કબ્જે લઈ ગુના સંદર્ભે ટેન્કર ચાલક મુકેશ કુમાર પન્નાલાલ કલાલ (ઉ.વ.35 રહે.કરાવલી જી.ઉદયપુર રાજસ્થાન) તથા ક્લીનર નિર્ભયસિંહ જામલસિંહ રાજપૂત (ઉ.વ.38 રહે.બસિગામ ઉદયપુર,રાજસ્થાનનાઓને અટક્યાત કરી દારૂ મોકલનાર તેમજ મગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Share Now