આજે મહા વિનાયક ચતુર્થીઃ ભગવાન ગણેશજી દોષમુક્ત કરશે

66

કોઇ પણ મહિનામાં બુધવારના દિવસે આવતી ચતુર્થી ભગવાન ગણેશની પુજા માટે ઉત્તમ માનવામાં આવે છે.બુધવાર ભગવાન વિઘ્નહર્તાની પૂજાનો દિવસ છે.મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વરદ તિલકુંડ ચતુર્થી,ગણેશ જયંતિ અને મહા વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.આ વર્ષે ગણેશ જયંતિ આજે 25 જાન્યુઆરી 2023ના દિવસે ઉજવાઇ રહી છે.

પુજાનું વધુ ફળ પ્રાપ્ત થશે

મહા વિનાયક ચતુર્થી પર બુધવારનો સંયોગ હોવાથી ગણેશજીની પુજાનું વધુ ફળ પ્રાપ્ત થશે,પરંતુ આ દિવસે વર્ષનું પહેલુ પંચક પણ હશે.સાથે ભદ્રનો સાયો પણ આવશે.આ ઉપરાંત ગણેશ જયંતિ પર રવિ યોગ,પરિઘા યોગ અને શિવ યોગ પણ બની રહ્યા છે.આજના દિવસે ગણેશ જયંતિ પર ગણપતિ બાપ્પાને મનગમતો ભોગ અર્પિત કરવાથી તમારી પર ગણેશજીની કૃપા રહેશે અને તમને લક્ષ્મીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.

બુધવારે ગણેશ પૂજાનું મહત્વ કેમ છે?

માતા પાર્વતીએ ભગવાન ગણેશની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.ત્યારે બુધ દેવ પણ કૈલાશ પર્વત પર હાજર હતા.ગણેશજીની પૂજા માટે બુધ ગ્રહે પોતાનો વાર ગણેશજીને આપ્યો હતો,જેના કારણે બુધવારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે.ગણપતિ પૂજાનો પ્રતિનિધિ વાર બુધવાર છે.આ કારણે બુધવારનું વ્રત અને ગણેશ પૂજા બુધ ગ્રહ સાથે જોડાયેલા દોષને દૂર કરે છે.

જાણો પુજાના શુભ મુહુર્ત

ગણેશ જયંતિએ રવિ યોગ બની રહ્યો છે.રવિ યોગ સવારે 07:13 વાગ્યાથી રાત્રે 08:05 વાગ્યા સુધી છે.આ દિવસે ગણેશ પૂજાનું મુહૂર્ત સવારે 11:29 વાગ્યાથી બપોરે 12:34 વાગ્યા સુધી છે.આ રીતે રવિયોગમાં ગણેશ જયંતિની પૂજા થશે.

ગણેશજયંતિએ થાય છે થાય છે ખાસ પુજા

ધાર્મિક માન્યતા છે કે તમે જો ઘરેલુ કલેશ,સંતાન,બીમારી,નોકરી-વેપાર કે ગ્રહ બાધા જેવી સમસ્યાઓથી પરેશાન હો તો ગણેશ જયંતિ પર સફેદ તલથી ગણપતિની આરાધના કરો.આ દિવસે શુભ મુહુર્તમાં ગણપતિની મુર્તિનુ તલથી સ્નાન કરાવો, તલમાંથી બનેલા લાડુનો ભોગ ચડાવો અને પછી તમારી મનોકામના કહીને પાન પર તલ રાખીને ગણેશજીના ચરણોમાં અર્પિત કરો.ત્યારબાદ તલમાંથી બનેલુ ભોજન ગાયને ખવડાવો અને તલનું દાન કરો.

Share Now