પુણેના મોહસીન શેખ હત્યા કેસના તમામ 20 આરોપી નિર્દોષ જાહેર

86

– મજબૂત પુરાવાના અભાવો કોઈનો ગુનો સાબિત ન થયો
– છત્રપતિ શિવાજી મહારાજ વિશે પોસ્ટથી તંગદિલી બાદ એન્જિનિયર મોહસીની હત્યામાં હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકરો આરોપી હતા

મુંબઈ : પુણેમાં ૨૦૧૪માં થયેલી મોહસીન શેખની હત્યાના કેસમાં હિન્દુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ અને અન્ય ૨૦ જણને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે.પુણેના હડપસર વિસ્તારમાં બીજી જૂન ૨૦૧૪ના રોજ આઈટી એન્જિનીયર શેખની હત્યા કરવામાં આવી હતી.હિન્દુ રાષ્ટ્ર સેનાના પ્રમુખ ધનંજય દેસાઈ સહિત આ સંગઠનના ૨૦ જણ પર મોહસીનની હત્યાનો આરોપ હતો.એ વખતે સોશ્યલ મીડિયા પર અજ્ઞાાત વ્યક્તિ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાંધાજનક પોસ્ટ કરવામાં આવતાં તણાવ ફેલાયો હતો.એ વખતે દેસાઈએ તેના સંગઠનના કાર્યકરો સામે ઉશ્કેરણીજનક ભાષણ આપતાં તેના કાર્યકરોએ મોહસીનની હત્યા કરી હોવાનો આરોપ હતો.

મૂળ સોલાપુરનો મોહસીન પુણેની આઈટી કંપનીમા કામ કરતો હતો. ૨૮ વર્ષનો મોહસીન બીજી જૂને ભાઈ અને અન્ય મિત્રો સાથે નમાઝ પઢવા હડપસરની એક મસ્જિદે ગયો હોતો એ વખતે માથા પર ટોપી પહેરી હતી.તેટલામાં મોટરસાઈકલ પર કેટલાંક જણ આવ્યા અને તેના પર હુમલો કર્યો હતો.મોહસીન પર હુમલો કરનારી વ્યક્તિ હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકર્તા હોવાનું સ્પષ્ટ થયું હોવાનું કહેવાતું હતું.

કાર્યકર્તાએ અચાનક મોહસીન અને તેના મિત્રો પર હુમલો કર્યો હતો.એ વખતે હોકીસ્ટિક અને સિમેન્ટની ઈંટથી મોહસીનઅને તેના મિત્ર રિયાઝની મારપીટ કરાઈ હતી.જેમાં મોહસીન ગંભીર ઘવાયો હતો.થોડા સમય બાદ તે સારવાર દરમ્યાન મૃત્યુ પામતા તેના ભાઈ મોબિન શેખે હડપસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

Share Now