કઠોદરાના શેરડીના ખેતરમાં જિલ્લા LCBએ દરોડા પાડી 18 લાખના વિદેશી દારૂ સાથે એકને ઝડપયો : 5 વોન્ટેડ

210

સુરત જિલ્લા LCB પી.આઈએ બાતમી આધારે કામરેજ પોલીસ મથકની સીમમાં આવેલ કઠોદરા ગામની ફાર્મ હાઉસની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં રેડ કરતા રેડ દરમિયાન 5 જેટલા આરોપીઓ ભાગી છૂટ્યા હતા,જ્યારે એક આરોપીને ઝડપી પોલીસે કુલ 18,94,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,

એલ.સી.બી શાખાના પી.એસ.આઈ. એમ.આર શકોરીયા તથા પોલીસ માણસો સાથે પ્રોહી જુગારની પ્રવૃતી શોધી કાઢવા પેટ્રોલીંગમા હતા,દરમ્યાન પી.આઈ. બી.ડી.શાહ નાઓને સુરત ગ્રામ્યનાઓને ખાનગી બાતમીદાર થકી ચોક્કશ બાતમી હકિકત મળેલ કે, પ્રમોદ રાઠોડ રહે.કઠોદરા નાએ લાડવી થી કઠોદરા ગામ જતા રોડ ઉપર ફાર્મ હાઉસની બાજુ માંથી જતા કાચા રસ્તા ઉપર આવેલ શેરડીના ખેતરમાં મોટા પ્રમાણમાં વિદેશીદારૂનો જથ્થો ઉતારેલ છે અને ત્યાથી તેના સાગરીતો સાથે સગેવગે કરવાની પેરવીમાં છે તેવી ચોકકસ બાતમી આધારે સ્થળ ઉપર રેઇડ કરતા શેરડીના ખેતરમાં વિદેશીદારૂનો જથ્થો સગેવગે કરી રહેલ શનિ ઉર્ફે કાળુ રાજુભાઈ રાઠોડની અટક્યાત કરી હતી.જ્યારે અન્ય આરોપીઓ પોલીસ રેઈડ જોઈ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા.પોલીસે સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડની 3600 બોટલ કબ્જે કરી હતી.પોલીસે 18,94,800/-ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી ગુના સંદર્ભે 5 આરોપી ઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓનાના નામ

1. સની ઉર્ફે કાળુ રાજુભાઇ રાઠોડ ( રહે.-કઠોદરા નાયકી ફળીયું તા-કામરેજ જી-સુરત)

2. વોન્ટેડ-વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર- પ્રમોદ રાઠોડ હાલ( રહે. કઠોદરા નાયકીવાડ તા.કામરેજ જી.સુરત મુળ રહે. મરોલી તા.જલાલપોર જી.નવસારી)

3. વોન્ટેડ- વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર- વિશાલ રાઠોડ( રહે. કઠોદરા નાયકીવાડ તા.કામરેજ જી.સુરત)

4. વોન્ટેડ- વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ગણેશ ( રહે.મરોલી તા.જલાલપોર જી.નવસારી)

5. વોન્ટેડ- વિદેશી દારૂનો જથ્થો ભરનાર-અમીત રાઠોડ (રહે. કઠોદરા મંદિર ફળીયું તા.કામરેજ જી.સુરત)

6. વોન્ટેડ- વિદેશી દારૂનો જથ્થો ભરનાર-શીવો મરાઠી (રહે. કઠોદરા મંદિર ફળીયું તા.કામરેજ જી.સુરત)

7. વોન્ટેડ-વિદેશી દારૂનો જથ્થો ભરનાર-રાજ રાકેશ રાઠોડ (રહે.કઠોદરા નાયકીવાડ તા.કામરેજ જી.સુરત)

Share Now